રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 30 માર્ચ 2023 (11:47 IST)

9 વર્ષની ઈંસ્ટા ક્વીન, પિતાએ અભ્યાસ બદલ ઠપકો આપ્યો તો કરી લીધુ સુસાઈડ

Tamil Nadu Suicide Case: તમિલનાડુના તિરુવલ્લુરથી એક ખૂબ જ દુખદ ઘટના સામે આવી છે. અહી એક 9 વર્ષની બાળકીએ નાનકડી વાત પરથી આત્મહત્યા કરી લીધી છે. બાળકીના પિતાએ  તેને અભ્યાસ કરવા બદલ ટકોર કરી હતી જેના પર આ માસુમ છોકરીએ પોતાનો જીવ આપી દીધો. 
 
 બાળકીનુ નામ પ્રતિક્ષા બતાવાય રહ્યુ છે જેને તેને ઓળખનારા લોકો ઈંસ્ટા ક્વીન કહેતા હતા.  પ્રતીક્ષાના પિતા કૃષ્ણમૂર્તિના મુજબ તેમને બાળકીને ઘરની બહાર રમતા જોઈ હતી જેના પર તેમણે તેને ઘરે જઈને અભ્યાસ કરવાનુ કહ્યુ.  આ સાથે જ તેમણે પ્રતીક્ષાના હાથમાં ઘરની ચાવી સોંપી 
 
પિતાએ ઘરનો દરવાજો ખોલવા માટે બૂમ પાડી. 
 
કૃષ્ણમૂર્તિએ આગળ જણાવ્યુ કે પ્રતીક્ષાને ચાવી સોંપીને તેઓ પોતાની બાઈકમાં પેટ્રોલ ભરાવવા જતા રહ્યા હતા અને રાત્રે લગભગ સવા 8 વાગે ઘરે પરત ફર્યા. તેમણે જોયુ કે ઘર અંદરથી બંધ છે તેમણે બાળકીને દરવાજો ખોલવાનુ કહ્યુ. 
 
બાળકીએ ટોવેલથી 
 
 બાળકી દ્વારા જવાબ ન મળતા તેમણે પાછળની બારી તોડીને અંદર ગયા. કૃષ્ણમૂર્તિએ જોયુ કે બાળકી ટોવેલ દ્વારા લટકેલી હતી અને તરફડી રહી હતી. પ્રતિક્ષાના પિતા ઉતાવળમાં હોસ્પિટલ લઈ ગયા જ્યા બાળકીનુ મોત થઈ ગયુ.  આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઈ અને આગળ તપાસ કરી રહી છે.