શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 29 માર્ચ 2023 (11:21 IST)

Road Accident: જાન લઈને પરત આવી રહેલી બસ ટ્રક સાથે અથડાતા 1 નુ મોત, 80 ઘાયલ

Chhattisgarh Accident: છત્તીસગઢના બલૌદાબજાર ( Chhattisgarh Road Accident) માં ટ્રક બસમાં ભીષણ ટક્કર થઈ ગઈ. જેને કારણે 80 લોકો ઘાયલ થઈ ગયા છે. જ્યારે કે એકનુ મોત થયુ છે. ઘાયલ 80 લોકોમાંથી 20ની હાલત ગંભીર બતાવાય રહી છે. દુર્ઘટના પછી પહોંચેલી પોલીસ (Police)એ ઘાયલોને હોસ્પિટલ પહોચાડ્યા. જેમા 10-12 લોકોની હાલત ગંભીર જોતા તેમને રાયપુર (Raipur) રેફર કરવામાં આવ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે બસ જાન લઈને પરત આવી રહી હતી. 
 
 બસ જાન લઈને પરત ફરી રહી હતી
માહિતી મળતા જ ગીધૌરી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને ઘાયલોના જણાવ્યા અનુસાર, કુર્રા પચારી ગામથી રાયપુરના જુલૂસમાં ગયા હતા. ત્યારે પરત ફરતી વખતે ગીધૌરી પાસે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકનું નામ બસંત સાહુ છે. બસની આટલી ભીષણ ટક્કર પાછળનું કારણ બહાર આવ્યું નથી. તમને જણાવી દઈએ કે આ જ મહિનામાં જિલ્લામાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.
 
ઘાયલોની ચાલી રહી છે સારવાર  
ઘટનામાં 80 લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. જેમા 10 લોકોના પગમાં ગંભીર રૂપે ઘવાયા છે.  દુર્ઘટનામાં ઘાયલ લોકોને બિલાઈગઢ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક લોકોને ગિઘૌરી અને કસડોલના પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેની હાલત ગંભીર હતી તેમને રાયપુર રેફર કરવામાં આવ્યા છે.