રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 8 જાન્યુઆરી 2023 (23:12 IST)

Senegal Road Accident: બે બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં 40 લોકોના મોત, અનેક ઘાયલ, રાષ્ટ્રીય શોકની જાહેરાત

Senegal Road Accident
Senegal Road Accident: આફ્રિકન દેશ સેનેગલમાં રવિવારે બે બસો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક બસનું ટાયર ફાટવાને કારણે ડ્રાઈવર નિયત્રણ ગુમાવી બેસ્યો અને બીજી બસ સાથે અથડાઈ હતી, જેના કારણે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. એક સમાચાર એજન્સીએ સેનેગલના સ્થાનિક અધિકારીઓને હવાલાથી જણાવ્યું હતું કે સેનેગાલીઝના પ્રમુખ મેકી સેલે ટ્રાફિક અકસ્માત બાદ ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે, 
 
રાષ્ટ્રીય શોકની ઘોષણા
તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું, "ગનીબી (કાફરીન ક્ષેત્રમાં)માં આજે થયેલા ગંભીર અકસ્માત બાદ, જેમાં 40 લોકોના મોત થયા હતા, મેં 9 જાન્યુઆરીથી 3 દિવસના રાષ્ટ્રીય શોકનો નિર્ણય કર્યો છે."

 
માર્ગ સુરક્ષાના નિયમો અંગે યોજાશે બેઠક 
તેમણે કહ્યું કે માર્ગ સલામતી અને સાર્વજનિક પેસેન્જર ટ્રાન્સપોર્ટ પર કડક પગલાં લેવા અંગે નિર્ણય લેવા માટે આંતર-મંત્રાલય પરિષદ એ જ તારીખે એક બેઠક યોજશે.