ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Modified: બુધવાર, 28 જાન્યુઆરી 2026 (00:48 IST)

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Gujarati Love Shayari
Gujarati Love Shayari - પ્રેમમાં ઘણીવાર એવા અનુભવો થાય છે જેને મોટા મોટા લેટરો લખીને કે લાંબી લાંબી વાતો કરીને સમજાવી નથી શકાતા. કેટલીક વાર બે શબ્દોમાં કહેલી વાતો ઘણુ બધુ કહી જાય છે અને એ બે શબ્દોને શાયરી કહે છે. અહી અમે કેટલીક ગુજરાતી શાયરીઓ તમારે માટે લાવ્યા છીએ... જે તમારા દિલની વાતને સહેલાઈથી તમારી પાસે પહોચાડી શકે છે. 
 
1. એક તારો જ તો વિચાર છે મારી પાસે 
  નહી તો કોણ એકલા એકલા પણ હસી શકે છે 
 
2.  તૂટે છે દિલ તો દુખ થાય છે 
    કરીને પ્રેમ કોઈને આ દિલ રડે છે 
    દર્દ નો અહેસાસ ત્યારે થાય છે 
    જ્યારે જેની સાથે પ્રેમ થાય  
    તેના દિલમાં કોઈ બીજુ હોય છે 
 
3. નિભાવનારો તો જોઈએ 
   પ્રેમ કરનારો તો દરેક રસ્તે ઉભો છે 
   સમજનારો જ તો જોઈએ 
   સમજનારો તો દરેક રસ્તે ઉભો છે 
 
4  એ સામે બેસીને જ્યારે વાળ ઓળે છે 
   તો લાઈબ્રેરીના બધા પુસ્તકો ઝાંખા દેખાય છે 
   વાંચવા તો આવીએ છીએ અમે અમારી પરીક્ષા માતે 
   પણ તેમની એક ઝલક આગળ બધી ડિગ્રી ફીક્કી લાગે છે. 
 
 
5. મે તને પ્રેમ કરવામાં ક્યારેય ઉતાવળ નથી કરી 
   કારણ કે કેટલાક એહસાસ સમય માંગે છે 
    તમે ધીરે ધીરે મારી આદત બન્યા અને પછી જરૂરિયાત અને હવે શાંતિ 
    અને શાંતિ ક્યારેય છોડી શકાતી નથી તેને બસ અનુભવી શકાય છે