સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (15:35 IST)

મહીસાગરમાં મોટી દુર્ઘટના, અનેકનાં મોત

lunavada accident
લુણાવાડા નજીક આજરોજ એક ગમખ્વાર અકસ્માત બનવા પામ્યો છે. લુણાવડા પાસે જાનને લઈને જઈ રહેલો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત કેટલાક અન્ય જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. 22 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સહિત 108 એમ્બુલન્સ ઘટનાસ્થળ પર પહોંચીને બચાવ કાર્યવાહી હાથ ધરી રહી છે. ઉલ્લેખનીય છે કે  ટેમ્પો ગઠાથી સાત તળાવ જઈ રહ્યો હતો અને અચાનક પલટી મારી જતાં અકસ્માત નડ્યો હતો.
 
 મહિસાગરના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ પાસે અકસ્માત સર્જાયોહતો. પાઘડી લઈને જઈ રહેલા લોડિંગ ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત થતા ટેમ્પો પલટી ગયો. ટેમ્પામાં 30 વધુ લોકો સવાર હતા જેમાથી 8ના મૃત્યુ થવાના સમાચાર છે.