ગુજરાતના 12 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે
ગુજરાતમાં ફરી એકવાર આકરી ગરમીનો પ્રારંભ થયો છે. થોડા દિવસો પહેલા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે લોકોને ગરમી અને હીટવેવથી રાહત આપી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળશે. આ પછી ફરીથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 16 થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 41-44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.
IMD અનુસાર, ગુજરાતમાં ગત દિવસોમાં નોંધાયેલ તાપમાન ભુજમાં 41 ડિગ્રી, નલિયામાં 35, કંડલા (PO)માં 39, કંડલા (એરપોર્ટ)માં 44, અમરેલીમાં 22, ભાવનગરમાં 42, દ્વારકામાં 32, ઓખામાં 33, પોરબંદરમાં 34, રાજકોટમાં 34, સુરવલમાં 41 ડિગ્રી નોંધાયું હતું. મહુવામાં 40, કેશોદમાં 39, અમદાવાદમાં 43, ડીસામાં 41, ગાંધીનગરમાં 43, વલ્લભવિદ્યાનગરમાં 40, બરોડામાં 41, સુરતમાં 40 અને દમણમાં 35 ડિગ્રી તાપમાન રહ્યું હતું.