Navratri Day 1 - પ્રથમ નોરતા શૈલપુત્રી માતા નું મહત્વ, શૈલપુત્રી મંત્ર
નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલ પુત્રી રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપશૈલપુત્રી જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।
પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી પ્રસાદ
પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.