બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 24 ડિસેમ્બર 2023 (12:19 IST)

પહેલવાનોના વિરોધ સામે ઝૂકી મોદી સરકાર

IWF Suspension: કેન્દ્ર સરકારે ભારતીય કુસ્તી મહાસંઘ અને તેના નવા પ્રમુખ સંજય સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. સરકારે IWFને સસ્પેન્ડ કરી છે.
 
રેસલર્સના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં છે. કેન્દ્ર સરકારે ભારતીય રેસલિંગ ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું છે. તાજેતરમાં રેસલિંગ એસોસિએશનની ચૂંટણીમાં જીત મેળવનાર સંજય સિંહ હવે પ્રમુખ રહેશે નહીં. કારણ કે સરકારે સમગ્ર રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે.

સરકારનું કહેવું છે કે રેસલિંગ એસોસિએશનની આ ચૂંટણી માન્ય નથી. નિયમો અનુસાર ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી થઈ નથી. આ સાથે નવા પ્રમુખ સંજયસિંહના તમામ નિર્ણયો પર રોક લગાવી દેવામાં આવી છે.