બુધવાર, 8 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified શનિવાર, 26 નવેમ્બર 2022 (09:07 IST)

મહિલાએ સાપને ચપ્પલ ફેંકીને મારી, તો ચપ્પલ લઈને ભાગ્યો સાંપ

સાપને જોઈને કોઈના પણ હોશ ગુમ થઈ જાય છે  પોતાની સીટી ગુમાવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસવા લાગશો! વાસ્તવમાં એક સાપને પોતાની તરફ આવતો જોઈને મહિલાએ ચપ્પલ ફેંકીને તેને મારી, ત્યારબાદ સાપ ચપ્પલ મોંમાં દબાવીને ભાગી ગયો. ભાગી જવા દરમિયાન તેનું ફન  હવામાં હતું અને મોઢામાં ચપ્પલ. આ દ્રશ્ય જોઈને તમામ યુઝર્સ ચોંકી ગયા હતા.  મા ની ચપલ ભલભલાને ઠીક કરી દે છે  પણ ભાઈ... આ સાપ સ્માર્ટ હતો એટલે ચપ્પલ લઈને જ ભાગી ગયો.. . તમને જણાવી દઈએ કે, આ વીડિયો  એક IFS ઓફિસરે ટ્વિટર પર શેર કર્યો હતો, જેના પછી ક્લિપ વાયરલ થઈ હતી. આ વિડિયો ક્યારે અને ક્યાંનો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.