શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 2 માર્ચ 2017 (17:31 IST)

ગુજરાત રમખાણોમાં વાયરલ થઈ હતી આ તસ્વીર, જાણો શુ છે તેની હકીકત

ગુજરાતમાં 2002માં થયેલ રમખાણોમાં બે ચેહરા હતા અશોક પરમાર (અશોક મોચી) અને કુતુબુદ્દીન અંસારીનો. આ બંનેની એક તસ્વીર પણ વાયરલ થઈ હતી. જેમા અશોક પરમાર પોતાના હાથમાં લોખંડની રોડ લઈને ઉભો હતો અને કુતુબુદ્દીન અંસારી હાથ જોડીને દયાની ભીખ માંગતા ભયથી કાંપી રહ્યો હતો. વિડંબના એ છે કે આ બંને ચેહરા દેશના લોકોના મનમાં 2002ના રમખાણોની એક યાદના રૂપમાં વસી ગઈ છે. પણ હકીકતમાં આ બંનેને ગુજરાતના 2002ના રમખાણો સાથે કોઈ સંબંધ જ નહોતો. 
 
શુ કહે છે સરકારી રેકોર્ડ - સરકારના રેકોર્ડ મુજબ ન તો અશોક પરમાર 2002ના ગુજરાતના રમખાણોના આરોપી છે કે ન તો કુતુબુદ્દીન અંસારી આ રમખાણોના પીડિત છે. અશોક પરમારની તસ્વીર શાહપુરમાં એ સમયે કેમેરામાં કેદ થઈ જ્યારે ગોધરામાં રમખાણો ચરમ પર હતા. ત્યારબાદ તેની તસ્વીર નેશનલ ઈંટરનેશનલ મીડિયામાં જોવા મળી અને તે ગુજરાતમં મુસ્લિમ સમુહના લોકોને નફરત કરવાનુ એક પ્રતીક બની ગઈ. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી આવી રહેલ સાબરમતી એક્સપ્રેસની કે બોગીને હિંસક ભીડે આગના હવાલે કરી દીધી હતી. જેને કારણે 59 મુસાફરોના મોત થયા હતા. જેમા કારસેવકોનો પણ સમાવેશ હતો. 
 
પરમારે જણાવ્યુ કે એ દિવસની હકીકત અશોક પરમાર (42) એક મોચી છે. જે થોડા આસપાસના લોકો મુજબ શાહપુરમાં ફુટપાથ પર રહે છે. અશોક પરમારે કહ્યુ - મે ખોટા સ્થાન પર ભાવ બતાવ્યા. મને આ રીતે ઉભા રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ. રમખાણો સાથે મારે કોઈ લેવા દેવા નથી. એટલુ જ નહી મોચી રમખાણોના કોઈપણ કેસના આરોપી નથી. છતા આજે પણ તે ગુજરાત રમખાણોના એક ચેહરાના રૂપમાં ઓળખાય છે. અંસારીની તસ્વીરની આ હકીકતની બીજી બાજુ.. અંસારી ગુજરાતમાં મુસલમાનો પર થનારા અત્યાચરનુ પ્રતીક બન્યા. જ્યારે તેમની હાથ જોડીને રડતી એક તસ્વીર વાયરલ થઈ. 
 
આ તસ્વીરમાં તેઓ રેપિડ એક્શન ફોર્સને વિનંતી કરી રહ્યા હતા કે રાખિયાલમાં તેમના પરિવારને રમખાણોથી બચાવવામાં આવે. અંસારીના પરિવારને બચાવી લેવામાં આવ્યુ. ત્યારબાદ અંસારીને ગુજરાત રમખાણોમાં એક પીડિત ચેહરાના રૂપમાં ઓળખવા લાગ્યા.  અંસારી (49) એક દરજી છે. જે 2001માં અમદાવાદ ગયા હતા.  તેમના ત્રણ બાળકો છે અને તે હાલ રખિયાલમાં જ એક નાનકડી કપડા સીવવાની દુકાન ચલાવે છે.  સરકાર અંસારીને પીડિત નથી માનતી. અંસારીએ જીલ્લા કલેક્ટર ઓફિસમાં રમખાણોથી થયેલ નુકશાનની માહિતી આપી પણ તેઓ એક ભાડાના મકાનમાં રહેતા હોવાથી (!!) સરકાર પાસે તેમના નુકશાનનો કોઈ રેકોર્ડ નહોતો. અંસારીનુ કહેવુ છે કે રમખાણોને કારણે તેમનુ બધુ જ નુકશાન થઈ ગયુ હતુ.  જેમની કિમંત લગભગ 60,000 રૂપિયા બતાવી. પણ સરકારની તરફથી તેમને કોઈ વળતર નહોતુ મળ્યુ. આટલુ જ નહી તેમનુ નામ ક્યારેય રમખાણ પીડિતોમાં સામેલ નહોતુ કરવામાં આવ્યુ.