રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: હિસાર. , શનિવાર, 6 જૂન 2020 (09:54 IST)

ટિકટૉક સ્ટાર સોનાલી ફોગાટ પર ઓફિસરને થપ્પડ મારવાનો આરોપ

ભાજપના નેતા અને ટિકટૉક સ્ટાર સોનાલી ફોગાટ પર શુક્રવારે જિલ્લાના બાલસમંદ અનાજ બજાર સમિતિના અધિકારીને થપ્પડ મારવાનો આરોપ મૂકાયો છે. વિવાદ શેડ બનાવવાનો હતો. ખેડૂતોના મુદ્દે માટે નાલી ફોગાટમાં ગઈ હતી, ત્યારબાદ વિવાદ થયો હતો. બંને પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં સોનાલી ફોગાટ માર્કેટ સમિતિના આ અધિકારીને જણાવી રહ્યા છે કે તમને જેટલા થપ્પડ પડે તેટલા ઓછા છે. તમારા માટે માફી નથી સ્ત્રી સાથે ગંદી મજાક, તમને આવુ  બોલવાનું શીખવે છે? તમારા ઘરમાં માતા-બહેન નથી? આરોપ છે કે સોનાલી ફોગાટે આટલું કહીને અધિકારીને થપ્પડ મારી હતી।   અધિકારી બેસીને કરગરી રહ્યો હતો તે રડવા લાગ્યો. વાયરલ થયેલા વીડિયોમાં આ અધિકારી માફી માંગતો જોવા મળ્યો હતો. સોનાલીએ ત્યાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને બોલાવીને કેસ નોંધવા જણાવ્યું હતું.એવું કહેવામાં આવે છે કે જે વીડિયો વાયરલ થયો છે તે કોઈએ બાલસમંદ  અનાજ મંડમા  ઉભા રહીને કોઈએ ઉતાર્યો છે. સોનાલીએ કહ્યું તમે આવુ કેવી રીતે કહી શકો ? સોનાલીએ કહ્યું કે મારા મોંમાંથી કોઈની માટે ક્યારેય એક શબ્દ નીકળ્યો નથી, મારવું એ તો દૂરની વાત છે. સોનાલી ફોગાટે કહ્યુ કે પોલીસ ઈંચાર્જને બોલાવો, આસપાસ ઉભેલા લોકો સોનાલી ફોગાટનું સમર્થન કરતા જોવા મળી રહ્યા હતા. અધિકારી ખુરશી પર બેઠા બેઠા પોતાનો ખુલાસો આપી રહ્યા હતા.
 
ટિકટૉક સ્ટાર સોનાલી ફોગાટે વર્ષ 2019 માં આદમપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઇ સામે ચૂંટણી લડી હતી. જોકે, તેનો પરાજય થયો હતો. સોનાલી ફોગાટટિ કટૉક પર ખૂબ પ્રખ્યાત છે. તે અવાર નવાર ટિકટૉક પર તેના વીડિયો પોસ્ટ કરતી રહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. સોનાલી ફોગાટના વીડિયો પણ તેના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. તેની લોકપ્રિયતાનો અંદાજ એ    પરથી લગાવી શકાય છે કે ટિકટોક પર તેના લાખો ફોલોઅર્સ છે.