મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 24 ઑક્ટોબર 2017 (10:38 IST)

Top 10 Gujarat Election News - આજના મુખ્ય 10 ગુજરાતી ચૂંટણીલક્ષી સમાચાર

ગુજરાતમાં એવી સરકાર લાવવાની છે કે આંદોલન કરવાની જરૂર ન પડે - અલ્પેશ ઠાકોર 
 
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ગાંધીનગરના રામલીલા મેદાન ખાતે વિધિવત્ રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસનો ખેસ પહેર્યા બાદ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે ઉપસ્થિત લાખો કાર્યકર્તાઓ અને વિશાળ જનમેદનીને આહ્વવાહન કરતાં જણાવ્યું કે, દો હજાર સતરા, ભાજપ કો ખતરા. આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મ્હાત આપી અબ કી બાર, કોંગ્રેસ કી સરકાર. અલ્પેશ ઠાકોરે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા લાખો કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૨૫થી વધુ બેઠકો મળવાનો પણ અલ્પેશે દાવો કર્યો હતો. નવસર્જન જનાદેશ સંમેલનમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષથી આપણી વાત ભાજપ સરકાર સાંભળી રહી ન હતી. ગુજરાતમાં આ વખતે એક એવી સરકાર લાવવી છે કે પછી આપણે આંદોલન કરવાની જરૂર ના પડે. 
 
 હાર્દિક પટેલ પાટીદાર સમાજનો દુરૂપયોગ કરી રહ્યો છે - રેશ્મા પટેલ 
 
કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાં જોડાતા ગુજરાતનું રાજકારણ જોરદાર ગરમાયું છે. રેશ્મા પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિક પટેલ પર આક્ષેપ કરતાં ભાજપનો બચાવ કર્યો હતો. રેશ્માએ હાર્દિક પર આરોપ લગાવતા કહ્યું કે, તે પોતાના ષડયંત્ર દ્વારા ગુજરાતનાં લોકોને ગુમરાહ કરી રહ્યો છે. પાટીદાર સમાજે પોતાના ભલા માટે હાર્દિકથી છેડો ફાડી દેવો જોઇએ તે પાટીદાર સમાજનો દુરપયોગ કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ અમારી તમામ માગણીઓ સ્વીકારી લીધી છે. રેશમા પટેલે પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં એજન્ટોથી અમે ડરતા નથી
 
જાપાનના PM શિંઝોને નરેન્દ્ર મોદીએ આપ્યા અભિનંદન 
 
જાપાનના પ્રાઇમ મિનિસ્‍ટર તરીકે ફરી વખત ચૂંટાઇ આવેલા શિંઝો અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ અભિનંદન પાઠવતો સંદેશો ટિવટર ઉપર મુકયો છે. 465 માંથી 312  સીટ ઉપર વિજય મેળવી બે તૃતિયાંસ બહુમતિ હાંસલ કરી ફરી સત્તારૂઢ થનાર શિંઝોના પુનરાગમનથી બંને દેશો વચ્‍ચેના વ્‍યાપારિક સંબધોને વધુ વેગ મળશે  
 
જિયોએ અનેક રિચાર્જ પ્લાંસમાં ફેરફાર કરી આપ્યો મોટો ઝટકો 
 
નવી દિલ્હીઃ વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલ જિઓની ફ્રી અને અનલિમિટેડ સર્વિસને દેશભરમાં ધૂમ મચાવી છે. પરંતુ એક વર્ષ થયા બાદ કંપનીએ પ્લાનમાં અનેક ફેરફાર કર્યા છે. હાલમાં રિલાયન્સ જિઓએ પોતાના રિચાર્જ પ્લાન્સમાં અનેક ફેરફાર કર્યાં છે. કંપનીએ કેટલાક રિચાર્જ તો બંધ પણ કરી દીધા છે. જ્યારે કેટલાક પ્લાનની વેલિડિટી ઘટાડી દીધી છે
 
થિયેટરમાં રાષ્ટ્રગાન દરમિયાન ઉભા થવાની જરૂર નથી - સુપ્રીમ કોર્ટ 
 
સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપતા જણાવ્યું કે, દેશભક્તિ કે રાષ્ટ્રભક્તિ સાબિત કરવા માટે સિનેમા હોલમાં રાષ્ટ્રગાન દરમિયાન ઊભા થવાની જરૃર નથી. કેન્દ્ર સરકારે આ મુદ્દે બનાવેલા નિયમોમાં સુધારા અંગે વિચાર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઈ વ્યક્તિ થિયેટરમાં રાષ્ટ્રગાન દરમિયાન ઊભી નથી થતી તો તેનો અર્થ એ નથી થતો કે તેનામાં દેશભક્તિ ઓછી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 30 નવેમ્બર 2016માં પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, થિયેટરમાં રાષ્ટ્રગાનને ફરજિયાત કરવામાં આવે.
 
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અલ્પેશ ઠાકોર સામે જયનારાયણ વ્યાસને મેદાનમાં ઉતારશે 
 
ગુજરાત એસ.સી. એસટી ઓબીસી મંચ અને ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક એવા ઓબીસીના યુવા નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા. તેઓ તેમની પહેલી પસંદગીની વિધાનસભા બેઠક હોઈ સિદ્ધપુરમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે એમ નિશ્ચિત માનવામાં આવે છે. બલવંતસિંહ રાજપૂત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અહીંથી ચૂંટાયા હતા અને છેલ્લે એમણે ભાજપના રાજ્યસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. બલવંતસિંહે વિધાનસભાની આ વખતની ચૂંટણી નહીં લડવાનું જાહેર કરેલું હોઈ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોર સામે જયનારાયણ ભાજપના ઉમેદવાર બનશે એ પાક્કું છે.
 
ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટી-૨૦ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત
 
ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટી-૨૦ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં મુંબઇના બેટ્સમેન શ્રેયસ ઐયર અને હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહંમદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે... ભારતીય ટીમ આ મુજબ છે.  વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, કેએલ રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, સહા, રવીચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડયા, મોહંમદ શમી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા અને ભૂવનેશ્વર કુમાર.