શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્લીઃ , શુક્રવાર, 17 માર્ચ 2017 (19:20 IST)

ઉત્તરાખંડના CM બન્યા ત્રિવેન્દ્ર સિંહ રાવત, 18 માર્ચેના દિવસે લેશે શપથ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકથી લઇને સંગઠનના મંત્રી રહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવત ઉત્તરાખંડના આગામી મુખ્યમંત્રી બનશે. રાવતે બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રાવત ઝારખંડમાં બીજેપીના ઇન્ચાર્જ પણ રહી ચૂક્યા છે. બેઠકમાં ઉત્તરાખંડના તમામ 57 ધારાસભ્યો હાજર હતા   ધારાસભ્યોના દળની બેઠકમાં ત્રિવેન્દ્રસિંહ રાવતને નેતા તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. હવે આવતીકાલે 18 માર્ચેના દિવસે ત્રિવેન્દ્રસિંહ રાવત સહિત ઉત્તરાખંડ સરકાર શપથ ગ્રહણ કરશે.

ત્રિવેન્દ્રસિંહ રાવત ઉત્તરાખંડના 11માં મુખ્યપ્રધાન બનશે. 20 ડીસેમ્બર, 1960માં પૌડીના ખૈરાસૈંણમાં જન્મ લેનારા ત્રિવેન્દ્રસિંહ રાવતે પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે ડિપ્લોમાં જર્નાલીઝમ કર્યું છે. ત્રિવેન્દ્રસિંહ રાવતની પત્ની સુનીતા રાવત શિક્ષક છે અને તેમને બે દીકરીઓ છે. રાવત દહેરાદૂનની ડોઇવાલા વિધાનસભા બેઠક પરથી વિજયી બન્યા હતા. રાવત ઉત્તરાખંડમાં કૃષિ મંત્રી રહી ચૂક્યા છે.

રાવત બીજેપીના નેશનલ સેક્રેટરી અને જર્નાલિસ્ટ રહી ચૂક્યા છે અને અમિત શાહના નજીકના મનાય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે શાહ સાથે મળીને ઘણુ કામ કર્યું છે. રાવત 2014ની લોકસભા ચૂંટણી ઉત્તરપ્રદેશના સહ પ્રભારી પણ રહ્યા હતા. તેમને ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં તેમને પ્રભારી બનાવવામાં આવ્યા જેમાં ભાજપે પાર્ટીની બહુમત સરકાર બનાવી છે.