રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઈન્દોર. , સોમવાર, 23 એપ્રિલ 2018 (16:50 IST)

ઈન્દોરમાં બદમાશોએ વ્યસ્ત માર્ગ પર મોડલનો સ્કર્ટ ખેંચ્યો !!

એક મોડલની ભર્યા બજારમાં થયેલ છેડછાડની ઘટનાની ફરિયાદ ટ્વિટર પર કરી છે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ આ ટવીટને રી-ટ્વીટ કરી તરત એક્શન લેવાના આદેશ પોલીસને આપ્યા. તેમણે કહ્યુ કે પુત્રીને ઈંસાફ અપાવીશુ. યુવતીએ છેડછાડની ફરિયાદ ટ્વિટર દ્વારા કરી. તેણે 22 એપ્રિલના રોજ ટ્વીટ કર્યુ. ઈન્દોરના એક મુખ્ય માર્ગ પર બે યુવકોએ મારા કપડા ખેંચવાની કોશિશ કરી. તેમની સાથે સંઘર્ષ દરમિયાન હુ નીચે પડીને ઘાયલ થઈ." ટ્વીટ પર યુવતીએ એ પણ બતાવ્યુ કે જે રસ્તા પર આ ઘટના બની એ રસ્તા પર કોઈ સીસીટીવી ન જોવા મળ્યુ. 
 
શિવરાજે કહ્યુ - તમારી હિમંતની હુ પ્રશંસા કરુ છુ. 
 
- શિવરાજ સિંહે ટ્વીટ કર્યુ પુત્રી તમારી હિમંતની હુ પ્રશંસા કરુ છુ. હુ અને સમગ્ર પ્રશાસન આપની મદદ માટે પ્રતિબદ્ધ છીએ. અમે તેમને શોધીને જલ્દી જ તને ન્યાય અપાવીશુ. તેમને ઓળખવા માટે પોલીસની મદદ કરો. 
 
 
યુવતીએ શિવરાજને કહ્યુ - તમારો આભાર 
 
- સોમવારે બપોરે સાઢા ત્રણ વાગ્યે સીએમના ટ્વીટને યુવતીએ રી-ટ્વીટ કર્યુ. તેણે લખ્યુ - મને ન્યાયપાલિકા પ્રણાલી અને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. હુ ઈચ્છુ છુ કે દરેક મહિલા મારા શહેર અને મારા દેશમાં સુરક્ષિત રહે.... આપનો આભાર. 
 
ડીઆઈજીએ કહ્યુ - અમારી પાસે કોઈ ફરિયાદ નથી આવી 
 
- ડીઆઈજી હરિનારાયણાચારી મિશ્રએ કહ્યુ કે ટ્વિટરના માધ્યમથી આ પ્રકારની ઘટના થવાની માહિતી મળી છે. અમે તત્કાલ પીડિતાને અમારો હેલ્પલાઈન નંબર મોકલ્યો છે.  પીડિતા અમને પોતાનો એડ્રેસ બતાવે. અમે તરત જ સંપર્ક કરી તેમની સંપૂર્ણ મદદ કરીશુ. અમને અત્યાર સુધી પીડિતા તરફથી કોઈ ફરિયાદ કે કોઈ જવાબ મળ્યો નથી.  અમે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 
યુવતીએ લખ્યુ - કોઈએ તેમને રોક્યા નહી 
 
- યુવતીએ ટ્વીટ કર્યુ. આ આજે (22 એપ્રિલ)ની ઘટના છે. હુ મારી એક્ટિવાથી જઈ રહી હતી. આ દરમિયાન બે યુવકોએ મારી સ્કર્ટ ખેંચવાની કોશિશ કરી. તેમને રોકવાના ચક્કરમાં મારી ગાડીનુ સંતુલન બગડ્યુ અને હુ દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ.  આ બધુ એક વ્યસ્તતમ માર્ગ પર બન્યુ પણ કોઈએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો નહી. તેઓ ભાગી ગયા અને હુ તેમનો નંબર પણ જોઈ શકી નહી.  મે ક્યારેય આટલુ અસહાય અનુભવ કર્યુ નહી.  હુ એવી યુવતી નથી જે બેસીને જોતી રહુ.  પણ તેઓ ભાગી ગયા અને હુ કશુ ન કરી શકી. 
 
યુવતીઓ આવી ઘટનાઓ વિશે વાત કરતી નથી 
 
- યુવતીએ આગળ લખ્યુ, "ઘટના પછી મારા મિત્ર મને નિકટના એક કૈફેમાં લઈ ગયા. તેમને મારી પાસેથી આ વિશે જાણવાની કોશિશ કરી. હુ કમજોર નથી.. પણ મેં એ 30 મિનિટમાં ઘટનાનો સામનો કરવા માટે તૈયાર નહોતી. હુ હેરાન હતી અને કશુ બોલવાની સ્થિતિમાં નહોતી. અનેક યુવતીઓ સાથે આવી ઘટનાઓ થાય છે.  પણ આ અંગે વાત કરતી નથી.  યુવતીઓનુ આ વલણ બદમાશોનો હોંસલો વધારે છે. જે એવુ વિચારે છે કે તેઓ કંઈ પણ કરી શકે છે અને કોઈ કશુ નથી કરી શકતુ. 
મારી ઈચ્છા છે કે હુ શુ પહેરુ.. 
 
- હુ શુ પહેરુ.. આ મારી પોતાની પસંદ છે. કોઈને મારા પહેરવેશને લઈને મને પરેશાન કરવાનો કોઈ હક નથી. ઘટના પછી મદદ કરવા આવેલ એક અંકલે મને કહ્યુ કે સ્કર્ટ પહેરવાને કારણે તારી સાથે આ બધુ થયુ.  આ બધુ મારી સાથે એક વ્યસ્ત માર્ગ પર થયુ. હુ એ વિચારીને ગભરાય જઉ છુ કે જો આ બધુ મારી સાથે કોઈ સૂમસામ માર્ગ પર થતુ તો શુ થાત ?