કોંગ્રેસ મુક્ત ભારત નહીં પણ કોંગ્રેસ યુક્ત ભાજપ, કુંવરજી બાવળીયા નાયબ મુખ્યપ્રધાન બની શકે છે

Last Modified શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (20:12 IST)

જસદણ પેટા ચૂટંણીમાં ભાજપનાં કુંવરજી બાવળિયાનાં વિજય બાદ ગુજરાતનાં રાજકારણની હવા બદલાય તેવા એંધાણ હતા. ત્યારે હવે ફરી એ વાતે જોર પકડ્યુ છે કે કુંવરજી બાવળિયાને સરકારમાં મહત્વનું સ્થાન આપવામાં આવી શકે છે. ચર્ચાઓ થઈ રહી છે કે કુંવરજી બાવળિયાને લોકસભાની ચૂંટણીને લઇને મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા કોળી સમાજમાંથી આવે છે અને આ સમાજમાં તેમનું પ્રભુત્વ છે.

ગુજરાતમાં 50 બેઠકો પર કોળી સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપ કુંવરજી બાવળિયાને સરકારમાં મહત્વની જવાબદારી સોંપી શકે છે. લોકસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે ભાજપ મોટા ફેરફારો કરી શકે છે. આ જોતા ભાજપ કુંરવજી બાવળિયાને લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સરકારમાં મહત્વની જવાબદારી સોંપે તો નવાઈ નહીં.
તાજેતરમાં જ જસદણ પેટા ચૂંટણીમાં તેમનો ભવ્ય વિજય થયો હતો અને ત્યારબાદ ચર્ચાઓ હતી કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલને લોકસભાની ચૂંટણી લડાવીને દિલ્હી લઇ જવાનો રાજકીય દાવ પણ ચર્ચાઈ રહ્યો છે.આ પણ વાંચો :