1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (15:29 IST)

UP Election 2022- યુપી ચૂંટણી 2022 - પ્રથમ તબક્કાનું મતદાન 58 બેઠકો પર મતદાન ચાલુ, અનુભવીઓની પ્રતિષ્ઠા દાવ પર

UP Election 2022-ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ગુરુવારે 11 જિલ્લાની 58 બેઠકો માટે મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. સાંજના છ વાગ્યા પછી પણ જે લોકો મતદાન મથકો પર લાઈનમાં ઉભા રહેશે તેમને મતદાન કરવાનો અધિકાર મળશે. સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય સુરક્ષા દળની 800 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં શામલી, હાપુડ, ગૌતમ બુદ્ધ નગર, મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, બુલંદશહેર, અલીગઢ, મથુરા અને આગ્રા જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. મતદારની ઓળખ કાર્ડની ગેરહાજરીમાં, તે આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિત 12 નિયત ઓળખ કાર્ડ સાથે મતદાન કરી શકશે. મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ બુધવારે જણાવ્યું હતું કે નિષ્પક્ષ, સલામત અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ તબક્કાનું મતદાન
શ્રીકાંત શર્મા મતદાન પહેલા ગોવર્ધન મંદિર પહોંચ્યા, જીતના આશીર્વાદ લીધા

11:22 AM, 10th Feb
વોટ નાખવા નહી જશે જયંત ચૌધરી જાણો શા માટે 
ચૂંટણી રેલીના કારણે આર એલડી નેતા જયંત ચૌધરી વોટ નાખવા નહી જશે. તે મથુરાના વોટર છે. જણાવીએ કે જયંત અને અખિલેશ યાદવ આ વખતે મળીને ચૂંટણી લડી રહ્યા છે. પશ્ચિમી યૂપી આરએલડી માટે મુખ્ય છે.
 

11:19 AM, 10th Feb

11:18 AM, 10th Feb
સવારે 9 વાગ્યા સુધી 8 ટકા મતદાન થયું હતું
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 7,93 ટકા મતદાન થયું હતું. કમિશનનું કહેવું છે કે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને ક્યાંય પણ કોઈ ગંભીર સ્થિતિના અહેવાલ નથી. ક્યાંયથી બૂથ કેપ્ચરિંગના સૂચના નથી.