1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. UP Fatehpur Goods Train Collision:

માલગાડીને સામેથી ટક્કર મારી, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે થયો અકસ્માત?

UP Fatehpur Goods Train Collision
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં આજે એક ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. લાલ સિગ્નલ પર ઉભી રહેલી માલગાડીને સામેથી બીજી માલગાડીએ ટક્કર મારી હતી. ટક્કર થતાં જ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ઝાડીઓમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં બંને ટ્રેનના લોકો પાયલટ ખરાબ રીતે ઘાયલ થયા હતા, જેમને લોકોની મદદથી બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
આ અકસ્માત આજે, મંગળવાર, 4 ફેબ્રુઆરી, સવારે 8 વાગ્યે થયો હતો. કાનપુર-ફતેહપુર વચ્ચે ખાગામાં પંભીપુર નજીક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) પર આ દુર્ઘટનાની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ, પોલીસ અને જીઆરપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ટ્રેક પર માત્ર માલગાડીઓ જ ચાલે છે, તેથી પેસેન્જર ટ્રેનોની અવરજવર પર કોઈ અસર થઈ નથી.

આગળનો લેખ
Todays Latest News Live ઉત્તરાખંડ પછી ગુજરાતમાં લાગુ થશે UCC, આજે CM ભૂપેન્દ્ર પટેલ કરી શકે છે મોટુ એલાન