મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (15:27 IST)

મોદીના જન્મદિવસ પર કોરોના વેક્સિનેશનનો રેકોર્ડ, બપોર સુધીમાં જ એક કરોડ ડોઝ અપાયા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ભાજપ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે ભાજપે 20 દિવસના રાષ્ટ્રવ્યાપી અભિયાનનું આયોજન કર્યું છે. તેને સેવા અને સમર્પણ અભિયાન નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન 7 ઓક્ટોબરે સમાપ્ત થશે. શુક્રવારે વડાપ્રધાન મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ બનાવવાની પણ તૈયારી છે. આ દરમિયાન રેકોર્ડ 1.5 કરોડ લોકોને રસી આપવાની તૈયારી કરવામાં આવી  હતી તેમાં બપોરે સુધી સુધીમાં જ એક કરોડ ડોઝ અપાયા. 

પ્રધાનમંત્રી મોદીના જનમદિવસ પર દેશમાં રેકાર્ડ તીવ્રતાથી રસીકરણ ચાલી રહ્યુ છે અને બપોરે સુધી એક કરોડથી વધારે લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા રસી લગાવાઈ છે. માનવી રહ્યુ છે કે આજ સાંજ સુધી એક દિવસમાં 2 કરોડથી વધારે ડોઝ આપી શકાય છે . એક મહીનામાં આ ચોથો અવસર છે જ્યારે એક દિવસમાં 1 કરોડથી વધારે રસી લગાવાયા છે.