ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 25 એપ્રિલ 2022 (17:30 IST)

નહિ જોયો હોય મોતનો આવો VIDEO- ગાય સાથે બાઇક અથડાતાંની સાથે જ બે યુવક ઊછળીને નીચે પટકાયા

નહિ જોયો હોય મોતનો આવો VIDEO
મધ્યપ્રદેશના સાગરમાં ભીમ આર્મી પાર્ટીના કાફલાનો રૂંવાડાં ઊભાં કરી દે એવો અકસ્માતનો VIDEO સામે આવ્યો છે. કાફલામાં સામેલ પૂરપાટ ઝડપે જઈ રહેલી બાઇકની આગળ અચાનક ગાય આવી ગઇ હતી. ગાય સાથે બાઇક અથડાતાંની સાથે જ બે યુવક ઊછળીને નીચે પટકાયા હતા. એ જ સમયે કાર એક યુવક પર ચઢી ગઈ હતી. યુવક કારમાં ફસાઈ ગયો અને લગભગ 20 ફૂટ સુધી ઢસડાઈ ગયો હતો. આ અકસ્માતમાં અન્ય એક યુવક પણ ઘાયલ થયો છે. આ ઘટના રવિવારે બની હતી.
 
રસ્તા વચ્ચે ગાય આવી જતાં અકસ્માત સર્જાયો
ભીમ આર્મી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ 'રાવણ' સાગરના મકરોનિયામાં એક ખાનગી કાર્યક્રમમાં આવ્યા હતા. ભોપાલ રોડ પર મોટી સંખ્યામાં તેમના સમર્થકો સ્વાગત માટે પહોંચ્યા હતા.