બુધવાર, 5 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 26 ડિસેમ્બર 2024 (15:21 IST)

Viral Video - પંક્ચર બનાવી રહ્યો હતો મૈકેનિક, અચાનક ફાટ્યુ ટાયર અને ઉડી ગયો અબ્દુલ, દુર્ઘટનાનો Video જોઈને સન્ન રહી ગયા લોકો

viral video mechanic
કર્ણાટકના ઉડ્ડપી જીલ્લામાં એક એવી દુર્ઘટના બની જેને જોઈને લોકો સન્ન રહી ગયા. ઉલ્લેખનીય છે કે એક મેકૈનિક શાળાના બસના ટાયરનુ પંક્ચર ઠીક કરી રહ્યો હતો. આ દરમિયાન બસનુ ટાયર ફાટી ગયુ. જેનાથી પાસે ઉભેલ મૈકેનિક ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો. ઘટના ઉડ્ડપીના કોટેશ્વર નેશનલ હાઈવે 66 પાસેની બતાવવામાં આવી રહી છે. ઘટનાનો વીડિયો પાસે જ લગાવવામાં આવેલ સીસીટીઈમાં કેદ થઈ ગયો. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

 


 
ટાયર ફાટતા જ ઉડી ગયો મૈકેનિક 
મળતી માહિતી મુજબ આ ઘટના 21 ડિસેમ્બરની બતાવવામાં આવી રહી છે.  જ્યારે 19 વર્ષીય અબ્દુલ રજીદ નામનો મૈકેનિક એક ખાનગી શાળાની બસના ટાયરનુ પંક્ચર રિપેયર કરી રહ્યો હતો. પંક્ચર ઠીક કર્યા પછી અબ્દુલે ટાયરમાં હવા ભરવી શરૂ કરી દીધી.  જેવી જ ટાયરમાં હવા ભરીને તે ઉભો થયો તો અચાનક ટાયર કોઈ બોમ્બની જેમ ફાટી ગયુ. ટાયર ફાટવાથી ધમાકો એટલો જોરદાર થયો કે અબ્દુલ  ઉડી ગયો અને અનેક ફીટ ઉપર ઉછળીને નીચે પડ્યો.  આ દુર્ઘટનામાં અબ્દુલ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો અને તેના હાથનુ હાડકુ પણ તૂટી ગયુ. હાલ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.