ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (11:28 IST)

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

amroha
amroha
ઉત્તર પ્રદેશના અમરોહામાં એક શાળાની બસ પર બદમાશોએ ફાયરિંગ કર્યુ છે. જો કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયુ નથી. પણ બસ પર થયેલી ફાયરિંગને કારણે બાળકો ખૂબ જ ગભરાય ગયા છે. બાળકોના વાલીઓ માટે આ ચિંતાનો વિષય છે.  મળતી માહિતી મુજબ આરોપીઓએ બસ પર બે રાઉંડ ફાયરિંગ કર્યુ. તેઓ ડ્રાઈવરને નિશાન બનાવવા માંગતા હતા. આરોપીઓએ બસમાં ઈંટ પત્થર પણ ફેક્યા. જો કે તેઓ તેમના ઈરાદામાં સફળ રહી શક્યા નથી અને બાળકો સાથે ડ્રાઈવર પણ સુરક્ષિત છે.