બુધવાર, 9 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 3 એપ્રિલ 2025 (13:24 IST)

Waqf Amendment Bill LIVE: વક્ફ બિલ રાજ્યસભામાં રજુ, કિરન રિજિજૂ બોલ્યા કોઈ બિલ પર આટલી લાંબી ચર્ચા નથી થઈ

Waqf Amendment Bill Live Update: મોદી સરકાર 3.0 એ પોતાની પહેલી પરીક્ષા ડિસ્ટિક્શન સાથે પાસ કરી લીધી છે.  હવે આજે રાજ્યસભામાં બિલ પર ચર્ચા કરવામાં આવશે.  લોકસભામાં બિલના પક્ષમા 288 સાંસદએ વોટિંગ કર્યુ બીજી બાજુ વિરોધમાં 232 વોટ પડ્યા. વક્ફ સુધારા બિલ પર લોકસભામાં 14 કલાકથી વધુ ચાલેલી ગરમા ગરમ ચર્ચા થઈ.  આ દરમિયાન વિપક્ષ બિલને મુસલમાનોના વિરુદ્ધ સાબિત કરવામાં લાગ્યુ રહ્યુ.  વિપક્ષે સાંસદોએ ચર્ચા દરમિયાન બિલ વિરુદ્ધ 100 થી વધુ સંશોધન પ્રસ્તાવ આપ્યા. પણ વોટિંગ દરમિયાન વિપક્ષના બધા સુધારા પડી ગયા. વિપક્ષનો દરેક દાવો ફેલ થયો. હવે બધાની નજર રાજ્યસભ પર ટકી છે. જ્યા આજે આ બિલ પર ચર્ચા થવાની આશા છે.  
 
અનુરાગ ઠાકુરના આરોપ પર રાજ્યસભામાં હંગામો 
અનુરાગ ઠાકુરના આરોપોને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- મારા પર ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા. મારી લાગણીઓને ઠેસ પહોંચી. તમને જણાવી દઈએ કે અનુરાગ ઠાકુરે કર્ણાટક જમીન કૌભાંડમાં ખડગેનું નામ લીધું હતું.
 

01:24 PM, 3rd Apr
 
JPC ને 1 કરોડથી વધુ સુજાવ મળ્યા - રિજિજૂ 
કિરણ રિજિજૂએ કહ્યુ કે બધા પક્ષો સાથે વાતચીત પછી બિલને તૈયાર કરવામાં આવ્યુ. 284 સંગઠનના લોકો સાથે વાત કરી.  JPCને 1 કરોડથી વધુ સૂચનો મળ્યા. આ પહેલા કોઈ બિલ પર આટલી લાંબી ચર્ચા થઈ નથી.  
 
કોંગ્રેસ તરફથી સૈયદ નાસિર હુસૈન કરશે ચર્ચાની શરૂઆત 
કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસૈન પાર્ટી તરફથી ચર્ચાની શરૂઆત કરશે. સૈયદ નાસિર હુસૈન કોંગ્રેસ સંસદીય સમિતિના રાજ્યસભામાં પાર્ટી વ્હિપ પણ છે. સરકાર તરફથે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા વક્ફ સંશોધન બિલ પર ચર્ચાની શરૂઆત કરશે.   
 
વક્ફ બિલ રાજ્યસભામાં રજુ 
રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ રજુ કરવામાં આવ્યુ. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ વક્ફ સુધારા બિલ 2025માં રજુ કર્યુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે બધા પક્ષો સાથે વાતચીત પછી બિલ તૈયાર કરવામાં આવ્યુ.   

12:48 PM, 3rd Apr
લોકસભામાં વક્ફ બિલ પાસ થવા પર મુંબઈમાં જશ્ન 
હવેથી અડધો કલાક પછી એટલે કે 1 વાગે રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલ રજુ કરવામાં આવશે. અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરેન રિજિજૂ રાજ્યસભામાં બિલ રજુ કરશે. આ પહેલા અડધી રાત્રે 12 કલાકની ચર્ચા પછી લોકસભામાંથી બિલ પાસ થઈ ગયુ જ્યા વિપક્ષ બિલનો વિરોધ કરી રહી છે તો બીજી બાજુ લોકસભામાં બિલ પાસ થવાની ખુશીમા મુંબઈમાં મુસ્લિમ સમાજના લોકોએ ઉજવણી કરી. રસ્તા પર ફટાકડા ફોડ્યા. 
વક્ફ બિલને લઈને JDUમાં મચી ધમાસાન 
સંસદમાં વક્ફ બિલનુ સમર્થન કરવા પર નીતીશની પાર્ટીમાં જ વિરોધના સ્વર ઉઠવા લાગ્યા છે. જેડીયૂ મહાસચિવ મૌલાના ગુલામ રસૂલ બલિયાવીએ પોતાની પાર્ટીના સ્ટેંડ પર સવાલ ઉઠાવ્યો છે.  તેમણે કહ્યુ કે આ બિલ પર સેક્યુલર અને કમ્યૂનલ બધા બેનકાબ થઈ ગયા છે.  તેમણે કહ્યુ કે આ વિશે તેઓ જલ્દી બેઠક કરી રણનીતિ બનાવશે.  

12:41 PM, 3rd Apr
બિલના સમર્થનમાં કેટલા સાંસદ ?
NDA જે વક્ફ સંશોધન બિલને સપોર્ટ કરી રહી છે. તેના સાંસદોની સંખ્યા 119 છે અને 6 મનોનીત સભ્ય છે જે સરકારનો જ સાથ આપે છે. આવામાં બિલના સમર્થનમાં 125 સાંસદ છે. તો બીજી બાજુ બિલનો વિરોધ કરનારી ઈંડિયા બ્લોકના સાંસદોની સંખ્યા 88 છે અને YSR કોંગ્રેસે બિલનો વિરોધ કરવાનુ એલાન કર્યુ છે આવામાં બિલનો વિરોધ કરનારાનો આંકડો વધીને 95 થઈ ગયો છે. જ્યારે કે 16 સાંસદ એવા છે જેના પર સસ્પેંસ છે કે તેઓ બિલનુ સમર્થન કરશે કે વિરોધ. પણ સરકારે દીધુ છે આ બિલ મુસ્લિમો વિરુદ્ધ નથી. પણ તેનાથી મુસ્લિમોને ફાયદો જ થશે.  
 
સરકારના ફેવરમાં છે નંબર ગેમનો આંકડો 
આજે રાજ્યસભામાં બપોરે 1 વાગે વક્ફ સુધારા બિલ રજુ કરવામાં આવશે. જેના પર રાજ્યસભામાં ચર્ચા થશે. ત્યારબાદ વોટિંગની પ્રક્રિયા થશે. જો રાજ્યસભાનો નંબર ગેમ જોઈએ તો આંકડો અહી પણ સરકારના ફેવરમાં છે.  રાજ્યસભામાં વર્તમાન સાંસદોની સંખ્યા 236 છે અને બિલને પાસ કરાવવા માટે 119 સાંસદોની જરૂર પડશે.