રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (16:45 IST)

Vinesh Phogat Salary - રેલવે માં OSD ની નોકરી છોડી.. જાણો હાલ કેટલુ કમાવી રહી છે વિનેશ ફોગાટ

ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) એ થોડા કલાક પહેલા રેલવે ની નોકરી છોડી અને કોંગ્રેસ જોઈન કરી લીધુ છે. જાણવા મળ્યુ છે કે વિનેશ હરિયાણા ચૂંટણીમા કોંગ્રેસની ટિકિટ પર રાજનીતિક દાવ શરૂ કરી શકે છે.  વિનેશ ફોગાટની સાથે બજરંગ પુનિયા પણ કોંગ્રેસમાં સામેલ થવાના છે. 
 
ઉલ્લેખનીય છે કે કોંગેસમા જોડાતા પહેલ વિનેશ ફોગાટે પોતાને રેલવેની નોકરીમાંથી રાજીનામુ  આપી દીધુ. વિનેશ ફોગાટ ઉત્તર રેલવે મા OSD ની પદ નિમાયેલ હતી. વિનેશે આની જાહેરાત કરતા જણાવ્યુ કે રેલવેની સેવા જીવનનો સૌથી યાદગાર અને ગૌરવપૂર્ણ સમય રહ્યો છે.  તેમણે રાજીનામામાં લખ્યુ, હુ રેલવે પરિવારની હંમેશા આભારી રહીશ. આ પદ પર રહેતા વિનેશ ફોગાટને સેલેરી મંથલી 1 લાખ રૂપિયાથી વધુ હતી. 
 
વિનેશ ફોગાટની કમાણી 
વિનેશ ફોગાટ પેરિસ ઓલંપિકમાં ફક્ત 100 ગ્રામ વજન વધવાથી મેડલ જીતતા ચુકી ગઈ હતી. પણ છેલ્લા એક મહિનામાં જ વિનેશ ફોગાટના બ્રાંડ વેલ્યુમાં જોરદાર વધારો થયો. વિનેશ ફોગાટને લગભગ 15 બ્રાંડ્સ પોતાની જાહેરાતનો ભાગ બનાવવા તૈયાર છે. કારણ કે તેમની પોપુલેરિટી એટલી વધી છે કે આખા દેશમાં વિનેશ ફોગાટની ચર્ચા થઈ રહી છે. 
 
વિનેશ ફોગાટની ઈસ્ટાગ્રામમાં લગભગ 1.1 મિલિયન ફોલોઅર્સ છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનેશ ઇન્સ્ટા પર એક પોસ્ટ અથવા રીલ માટે 2 થી 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે...
 
લોકપ્રિયતામાં જોરદાર ઉછાળો 
પેરિસ ઓલંપિકમાં સારુ પ્રદર્શન કરનાર વિનેશ ફોગાટ અને અન્ય ભારતીય એથલીટોને પેકેજ્ડ ફુડ, હેલ્થ, ન્યૂટ્રિશન, જ્વેલરી, બેકિંગ અને એજ્યુકેશન જેવી કેટેગરીમાં બ્રાંડનો ચેહરો બનાવવાની હોડ મચી છે. ફોગાટની એંડોર્સમેંટ ફી 25 લાખથી વધીને 1 કરોડ રૂપિયા થઈ ચુકી છે. 
 
વિનેશ ફોગાટે ઓલિમ્પિકની શરૂઆત પહેલા NIKE સ્પોર્ટસવેર અને કન્ટ્રી ડીલાઈટ ડેરીની જાહેરાત કરી હતી. માસિક પગારનો મોટો હિસ્સો યુવા બાબતો અને રમત મંત્રાલયમાંથી આવે છે, જે વાર્ષિક આશરે રૂ. 6 લાખ છે. આ સિવાય વિનેશ બેઝલાઇન વેન્ચર્સ અને કોર્નરસ્ટોન સ્પોર્ટ્સ જેવી કંપનીઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ સારી કમાણી કરે છે.
 
રિપોર્ટ અનુસાર, વિનેશ ફોગાટ પાસે ત્રણ મોંઘી કાર પણ છે, જેમાં ટોયોટા ફોર્ચ્યુનર, ટોયોટા ઈનોવા અને મર્સિડીઝ બેન્ઝ જીએલઈ સામેલ છે. GLEની કિંમત 1.8 કરોડ રૂપિયાની આસપાસ છે.   
 
વિનેશ ફોગાટ વિશે
 
તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનો સિલ્વર મેડલ કન્ફર્મ થઈ ગયો હતો, અને તે ગોલ્ડ માટે સ્પર્ધા કરવાની હતી, પરંતુ 50 કિલોની વજન મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી, જેના કારણે તે ગોલ્ડ મેડલથી વંચિત રહી ગઈ હતી. ઓલિમ્પિકમાં મેડલ રેસમાંથી બહાર હતી.
 
વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 1994ના રોજ હરિયાણાના ચરખી દાદરીમાં થયો હતો. તેમના પિતા રાજપાલ ફોગાટના મૃત્યુ પછી, તેમનો ઉછેર તેમના કાકા મહાવીર સિંહ ફોગાટ દ્વારા કરવામાં આવ્યો હતો અને કુસ્તીની તાલીમ લીધી હતી. વિનેશે 2018માં કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા અને ભારતીય કુસ્તીમાં પોતાનુ નામ સોનેરી અક્ષરોમાં નોંધાવ્યુ.   તેમના યોગદાન માટે, તેમને 2020માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, 2016માં અર્જુન પુરસ્કાર અને 2018માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.