સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 7 જૂન 2024 (12:22 IST)

કોણ છે કુલવિંદર કૌર જેણે કંગનાને મારી થપ્પડ, ખેડૂત આંદોલન સાથે શુ છે સંબંધ

Kulwinder Kaur : ચંડીગઢ હવાઈ મથક પર સીઆઈએસએફની મહિલા સિપાહી કુલવિંદર કૌરે બોલીવુડ અભિનેત્રી અને ભાજપા સાંસદ કંગના રાણાવતને થપ્પડ મારી દીધી. કુલવિંદર કિસાન પ્રદર્શન પર કંગના રનૌતના વલણથી નારાજ હતી. તેણે બરખાસ્ત કરીને તેના વિરુદ્ધ પ્રાથમિકી નોંધવામાં આવી છે.  કિસાન આંદોલન સાથે પણ કુલવિંદરનુ કનેક્શન સામે આવ્યુ છે. 
 
કોણ છે કુંલવિંદર કૌર - 35 વર્ષની કુલવિંદર કૌર પંજાબના કપૂરથલાની રહેનારી છે. તે 2009માં સીઆઈએસએફમાં સામેલ થઈ હતી અને તે 2021થી ચંડીગઢ હવાઈ મથકની સુરક્ષામાં ગોઠવાયેલી છે. મહિલા સુરક્ષા કર્મચારીના પતિ પણ આ હવાઈ મથક પર ગોઠવાયેલા છે. કુલવિંદરના 2 બાળકો છે. તેના ભાઈ શેર સિંહ કિસાન મજદૂર કમિટી નામના કિસાન સંગઠનના સચિવ છે. 
 
સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા એક વીડિયોમાં આ ઘટના પછી લોકો સાથે વાત કરતી જોવા મળી રહી છે. તેણે કહ્યુ કે કંગનાએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે દિલ્હીમાં ખેડૂતો 100-200 રૂપિયા લઈને પ્રદર્શન કરી રહ્યા છે.  આ દરમિયાન મારી મા પણ પ્રદર્શનકારીઓમાં સામેલ હતી.  

 
મામલા પર શુ બોલી કંગના  - દિલ્હી પહોચ્યા પછી કંગ નાએ એક્સ પર પંજાબમાં આતંક અને હિંસામાં હેરાન કરનારી વૃદ્ધિ શીર્ષકથી એક વીડિયો નિવેદન પોસ્ટ કર્યુ. તેમણે વીડિયોમાં કહ્યુ કે તે સુરક્ષિત અને ઠીક છે. તેમને મીડિયા અને તેમના શુભચિંતકોના અનેક ફોન આવી રહ્યા છે.  

 
ભાજપા સાંસદે કહ્યુ કે મહિલા સિપાહી તેમની તરફ આવી. તેણે મને થપ્પડ મારી અને ગાળો બોલવાનુ શરૂ કરી દીધુ . જ્યારે મે તેને પુછ્યુ કે તેને આવુ કેમ કર્યુ તો એ સિપાહીએ કહ્યુ કે તે કિસાન આંદોલનનુ સમર્થન કરે છે. કંગનાએ કહ્યુ કે હુ સુરક્ષિત છુ પણ પંજાબમાં વધતા આતંકવાદને લઈને ચિંતિત છુ. અમે આને કેવી રીતે સાચવીશુ  
 
રાષ્ટ્રીય મહિલા આયોગની પ્રમુખ રેખા શર્માએ આ ઘટનાને એક ખૂબ જ ગંભીર મામલો બતાવતા સખત કાર્યવાહીની માંગ કરે અને કહ્યુ કે તે આ મામલાને સીઆઈએસએફના સામે મુકશે. તેમણે એક્સ પર એક પોસ્ટમાં કહ્યુ કે હવાઈ મથકની સુરક્ષા માટે જવાબદાર લોકો જ નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યા છે. 
  
ઉલ્લેખનીય છે કે કંગના 2 દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી લોકસભા માટે ચૂંટાઈ છે. તેમણે કોંગ્રેસ નેતા અને હિમાચલ સરકારમાં વિક્રમાદિત્ય સિંહને 74755  વોટોથી હરાવ્યા.