રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 18 નવેમ્બર 2019 (11:22 IST)

જાણો દેશના 47માં ચીફ જસ્ટિસ બોબડે વિશે

જસ્ટિસ બોબડેનો જન્મ નાગપુરમાં 24 એપ્રિલ 1956ના રોજ થયો. તેમણે નાગપુર યુનિવર્સિટીથી કાયદાકીય સ્નાતકની ઉપાધિ મેળવી. તેઓ 1978માં બાર કાઉંસિલ ઓફ મહારાષ્ટ્રમાં પંજીકૃત થયા અને 1998માં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત થયા. 
 
તેઓ 29 માર્ચ 2000ના રોજ મુંબઈ હાઈકોર્ટમાં અતિરિક્ત જજ નિયુક્ત થયા. તેઓ 16ઓક્ટોબર 2012ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવાયા. સુપ્રીમ કોર્ટમાં તેઓ 12 એપ્રિલ 2013તમાં જજ બનાવાયા. 
 
ન્યાયાધીશ બોબડે હાલમાં ઘણા મોટા નિર્ણયોમાં સામેલ થવા ઉપરાંત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની સુનાવણી કરતી બેંચનો ભાગ છે. જસ્ટિસ બોબડેને લગતી કેટલીક બાબતો જાણો.
 
જસ્ટિસ બોબડે વિશે જાણો
 
- ન્યાયાધીશ અરવિંદ શરદ બોબડે (એસએ બોબડે) નો જન્મ 24 એપ્રિલ, 1956 ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો.
 
-  નાગપુર યુનિવર્સિટીમાંથી બી.એ. અને એલએલબી ડિગ્રી.
 
-  1978માં, ન્યાયાધીશ બોબડે મહારાષ્ટ્રની બાર કાઉન્સિલમાં જોડાયા.
 
-  આ પછી, તેમણે બોમ્બે હાઈકોર્ટના નાગપુર બેંચમાં કાયદાની પ્રેક્ટિસ કરી, 1998 માં સિનિયર એડવોકેટ બન્યા.
 
-  2000 માં, તેમણે બોમ્બે હાઇકોર્ટમાં એડિશનલ જજ તરીકેનો હવાલો સંભાળ્યો. આ પછી તે મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા.
 
-તેમણે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે કમાન્ડ 2013 માં લીધો હતો. જસ્ટિસ એસ. એ. બોબડે 23 એપ્રિલ, 2021 ના ​​રોજ નિવૃત્ત થશે.