ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (11:25 IST)

LIVE સંસદ : કુલભૂષણ જાધવની મા-પત્નીને એક વિધવાની જેમ રજુ કરવામાં આવી - સ્વરાજ

- પરિવારને કપડા બદલવા માટે મજબૂર કરવામાં આવી. તેમની પત્ની મા પાસેથી બિંદી બંગડી અને મગળસૂત્ર ઉતારી દેવામાં આવ્યુ. તેમની માનુ ગળુ ભરાય આવ્યુ તેમણે કહ્યુ કે તેમને સુહાગ ચિન્હને ઉતારવાની ના પાડી છતા પણ સુરક્ષાનો હવાલો આપીને તેમની પાસેથી મંગળસૂત્ર ઉતારી દેવડાવ્યુ. બંને મા પત્નીને એક વિધાવની જેમ મુલાકાત કરાવવામાં આવી - સ્વરાજ 
 
- મીડિયાને પરિવાર પાસે જવાની અનુમતી નહોતી પણ પાકિસ્તાની મીડિયાએ પરિવારને પ્રતાડિત કર્યુ - સ્વરાજ 
 
આ ભેટ આગળની દિશામાં વધવાનુ પગલુ સાબિત થઈ શકે છે. પણ પાકિસ્તાને આ મુલાકાતને એક પ્રોપેગેંડાના રૂપમાં ઉપયોગ કર્યો. અમે અમારા વલણ પ્રત્યે પાકિસ્તાનને ચેતાવણી આપી દીધી. - સ્વરાજ 

- જાધવને મળતા જ પહેલાં તેને માતાને પૂછયું બાબા કેમ છે? કારણ કે મારા માથા પર ચાંલ્લો અને મંગળસૂત્ર નહોતું જોયું એટલે

– જાધવની માતાને મરાઠીમાં વાત ના કરવા દીધી, માતાનું ઇન્ટરકોમ બંધ કરી દીધું હતું



બુધવારના રોજ લોકસભામાં કુલભૂષણ જાધવના પરિવારની સાથે કરાયેલ ખરાબ વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ ઘટના પર પાકિસ્તાનની આકરી નિંદા કરી. આ સિવાય વિપક્ષી પાર્ટીઓએ સુષ્મા સ્વરાજના નિવેદનની માંગણી કરી. કૉંગ્રેસ કુલભૂષણ જાધવ મુદ્દા પર પાકિસ્તાન પાસેથી માફીની માંગણી કરી છે. આ સિવાય ભારત સરકાર પાસેથી પાકિસ્તાનની વિરૂદ્ધ કડક એક્શનની માંગણી કરી છે.

જાધવ સાથે મુલાકાત કરી તેઓ મંગળવારે ભારત પરત ફર્યા હતા. કુલભૂષણ જાધવને મળવા પાકિસ્તાન ગયેલાં તેમનાં માતા અને પત્નીને ખૂબ જ ભયાવહ અનુભવોથી પસાર થવું પડ્યું હતું. મુલાકાત પહેલાં પાકિસ્તાની અધિકારીઓએ તેમને મંગળસૂત્ર, બંગડીઓ, ચાંદલો અને જૂતાં ઉતારવા મજબૂર કર્યા હતાં. બંનેનાં કપડાં પણ બદલાવ્યાં હતાં. પરત ફરતી વખતે જાધવની પત્નીનાં જૂતાં પણ પરત નહોતાં કર્યા. વાતચીત દરમિયાન જાધવની માતાને માતૃભાષા મરાઠીમાં વાત ન કરવા દીધી, જે તેમના માટે વાતચીતનું સ્વાભાવિક માધ્યમ છે. મુલાકાતમાં તેઓ જ્યારે મરાઠીમાં કંઇ બોલતા તો પાકિસ્તાની અધિકારીઓ તેમને ટોકતા હતા પાકિસ્તાનના આ વલણ સામે ભારતે નારાજગી દર્શાવી છે. વિદેશ મંત્રાલયે આ ઘટનાક્રમને બંને દેશો વચ્ચે સધાયેલી સહમતિનો ભંગ ગણાવ્યો છે.