1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 2 માર્ચ 2025 (11:02 IST)

સુટકેસમાંથી મળી મહિલા કોંગ્રેસ નેતાની લાશ, ભૂપિન્દર હુડ્ડાએ ઉઠાવ્યા સવાલો

હરિયાણાના રોહતકમાં મહિલા કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. હિમાનીનો મૃતદેહ સૂટકેસમાંથી મળી આવ્યો હતો. તેના ગળામાં દુપટ્ટો બાંધવામાં આવ્યો હતો અને હાથ પર મહેંદી લગાવવામાં આવી હતી. કોંગ્રેસ નેતા ભૂપિન્દર હુડ્ડાએ હિમાનીના મોત પર સવાલ ઉઠાવ્યા છે.
 
નોંધનીય છે કે શુક્રવારે સાંપલા બસ સ્ટેન્ડ પાસે એક મોટા વાદળી સૂટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ સાંપલા પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી હતી. સ્ટેટ ફોરેન્સિક લેબોરેટરી (SFL)ની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે મૃતકની ઉંમર 20 થી 22 વર્ષની વચ્ચે છે. તપાસ દરમિયાન લાશ હિમાની નરવાલની હોવાનું જાણવા મળ્યું હતું.

કેવી રીતે થઈ હિમાનીની હત્યા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 30 વર્ષની હિમાની નરવાલની ખૂબ જ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. તેના મૃત્યુ પહેલા હિમાનીને ખૂબ માર મારવામાં આવ્યો હતો. તેના શરીરના ઘણા હાડકા તૂટી ગયા હતા, ત્યારબાદ હિમાનીની પોતાની ચુન્ની વડે તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. આ પછી હિમાનીના મૃતદેહને સૂટકેસમાં ભરીને નિર્જન સ્થળે ફેંકી દેવામાં આવ્યો હતો. હિમાનીની હત્યા શા માટે અને કોણે કરી? પોલીસ આ સવાલોના જવાબ શોધી રહી છે. પોલીસે હિમાનીના મૃતદેહને પોર્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.