શનિવાર, 4 ઑક્ટોબર 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 2 માર્ચ 2025 (10:12 IST)

ચમોલીમાં બરફ નીચે દટાયેલા ચાર મજૂરોના મોત, બેને ઋષિકેશ AIIMSમાં રિફર કરાયા; 5 હજુ ગુમ; બચાવ કામગીરી તીવ્ર

Chamoli Avalanche
Chamoli Avalanche: શુક્રવારે ઉત્તરાખંડના માનામાં ગ્લેશિયર તૂટવાને કારણે ભારે હિમપ્રપાત થયો હતો. જેના કારણે બીઆરઓ કેમ્પને નુકસાન થયું છે. આ દરમિયાન 55 મજૂરો બરફ નીચે દટાયા હતા જેમાંથી 50ને બચાવી લેવાયા છે. જેમાંથી ચારના મોત થયા હતા. 46 સલામત છે. ગુમ થયેલા પાંચ લોકોની શોધખોળ ચાલુ છે.

આ ઉપરાંત ગંભીર હાલતમાં બે મજૂરોને ઋષિકેશ એઈમ્સમાં રીફર કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ સીએમ ધામી સાથે વાત કરી અને રાહત અને બચાવ કામગીરી વિશે જાણકારી મેળવી. સલામત રીતે બહાર કાઢવામાં આવેલા કામદારોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સીએમ ધામીએ ચાર મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.