ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2023 (17:17 IST)

મહિલાની બંને કિડની ચોરી

fire in hospital
બિહારના મુઝફ્ફરપુરમાં ચાલતી એક ગેરકાયદે ખાનગી હોસ્પિટલમાં મહિલાની બંને કિડની કાઢી લેવામાં આવી હતી. ગર્ભાશય કાઢી નાખવાનું ઓપરેશન કરાવવા માટે મહિલા હોસ્પિટલમાં દાખલ થઈ હતી.
 
પોલીસના કહેવા પ્રમાણે બિહારના મુઝફ્ફરપુરમાં આવેલા બરિયાપુર વિસ્તારમાં ચાલતી હોસ્પિટલમાં એક મહિલા ગર્ભાશયનું ઓપરેશન કરાવવા  ૩ સપ્ટેમ્બરેના દિવસે એડમિટ થઈ હતી. મહિલાનું ઓપરેશન કરીને રજા આપ્યા એના બે દિવસ પછી મહિલાની સ્થિતિ અચાનક ખૂબ જ ખરાબ થઈ ગઈ તેને પટણાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, ત્યારે ખબર પડી હતી કે મહિલાના શરીરમાં એક પણ કિડની નથી. ખાનગી હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન દરમિયાન મહિલાની બંને કિડની કાઢી લેવામાં આવી હતી.