શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 જૂન 2022 (12:13 IST)

યોગી આદિત્યનાથનુ અસલી નામ છે અજય સિંહ નેગી, જાણો તેમના જીવન સાથે જોડાયેલ વાતો

ઉત્તર પ્રદેશમાં પ્રચંડ બહુમત સાથે સતામાં આવેલ બીજેપી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પસંદ કરી છે. આદિત્યનાથની ઓળખ ફાયરબ્રાંડ ન્રેતાના રૂપમાં થઈ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ રેલીઓ કરનારા આદિત્યનાથ પૂર્વાચલના સૌથી મોટા નેતા માનવામાં આવે છે. ભાષણોમાં લવ જેહાદ અને ધર્માતરણ જેવા મુદ્દાને તેમણે જોર શોરથી ઉઠાવ્યો હતો. બીજેપી આ ફાયર બ્રાંડ નેતા વિશે અજાણી વાતો.. 
 
- પૂર્વાચલમાં રાજનીતિ ચમકાવનારા યોગી આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો. સૌથી રસપ્રદ વાત એ છે કે યોગી આદિત્યનાથનુ વાસ્તવિક નામ અજય સિંહ નેગી છે. 
 
- રાજનીતિના માહિર ખેલાડી તરીકે ઓળખાતા યોગી આદિત્યનાથ ગઢવાલ યૂનિવર્સિટીમાંથી ગણિતમાં બીએસસીની ડિગ્રી મેળવી ચુક્યા છે. 
 
- ગોરખનાથ મંદિરના મહંત અવૈદ્યનાથે તેમને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. ત્યારબાદ તેઓ રાજનીતિમાં આવ્યા. 
- યોગી આદિત્યનાથનુ નમ સૌથી ઓછી વય (26 વર્ષ)માં સાંસદ બનવાનો રેકોર્ડ છે. તેમને પહેલીવાર 1998માં લોકસબહની ચૂંટણી જીતી હતી. ત્યારબાદ આદિત્યનાથ 1999, 2009 અને 2014માં પણ સતત લોકસભાની ચૂંટણી જીતતા રહ્યા. 
 
- વર્ષ 2014માં ગોરખનાથ મંદિરના મહંત અવૈદ્યનાથના મોત પછી તેઓ અહીના મહંત મતલબ પીઠાધીશ્વર તરીકે પસંદગી પામ્યા. 
 
- યોગી આદિત્યનાથ ભાજપનાના સાંસદ હોવાની સાથે હિન્દુ યુવા વાહિનીના સંસ્થાપક પણ છે. -
 
- રાજનીતિના મેદાનમાં આવતા જ યોગી આદિત્યનાથે રાજકારણની બીજી ડગ પણ પકડી લીધી. તેમણે હિન્દુ યુવા વાહિનીની રચના કરી અને ધર્મ પરિવર્તન વિરુદ્ધ આંદોલન છેડ્યુ. તેમણે અનેકવાર વિવાદિત નિવેદનો પણ આપ્યા. પણ બીજી બાજુ તેમની રાજનીતિક હૈસિયત વધતી ગઈ. 
 
- 2007માં ગોરખપુરમાં રમખાણો થયા તો યોગી આદિત્યનાથને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા. ધરપકડ થઈ અને તેના પર કોહરામ પણ મચ્યો. યોગી વિરુદ્ધ અનેક અપરાધિક કેસ પણ નોંધાયેલા છે. 
 
- ગોરખપુરના વિસ્તારમાં યોગી આદિત્યનાથ દ્વારા કહેલ વાતોને તેમના સમર્થક કાયદાના રૂપમાં પાલન કરાવે છે. તેનો અંદાજ આ વાતથી  લગાવી શકાય છે કે આદિત્યનાથના કહેવાને કારણે જ ગોરખનાથ મંદિરમાં હોળી અને દિવાળી જેવા મોટા તહેવાર એક દિવસ પછી મનાવવામાં આવે છે. 
 
- 7 સપ્ટેમ્બર 2008ના રોજ સાંસદ યોગી આદિત્યનાથ પર આજમગઢમાં જીવલેણ હિંસક હુમલો થયો હતો. આ હુમલામાં તેઓ બચી ગયા હતા. આ હુમલો એટલો મોટો હતોકે 100થી વધુ વાહનોને હુમલાવરોએ ધેરી લીધા અને લોકોને લોહીલુહાણ કરી નાખ્યા.