સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 2 ઑક્ટોબર 2021 (21:09 IST)

યોગી સરકારનુ મોટુ એલાન, પ્રાઈવેટ શાળામાં ભણનારી બે બહેનોમાં એકની સ્કુલ ફી થશે માફ, શિક્ષણ વિભાગને આપ્યો આદેશ

ગાંધી જયંતીના અવસર પર યૂપીના સીએમ યોગી આદિત્યનાથ(CM Yogi)એ આજે મોટુ એલાન કર્યુ છે. સીએમે કહ્યુ કે જો બે બહેનો એક જ શાળામાં ભણે છે તો એકની ફી માફ કરવામાં આવશે.  આ વ્યવસ્થાને પ્રાઈવેટ શાળા (UP Private School Fee Waiver) માટે કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે જો સ્કુલ આ ફી માફ નહી કરે તો વિભાગે એ બાળકીની ફી ની વ્યવસ્થા કરવી પડશે. સીએમ યોગીએ કહ્યુ કે કોરોના મહામારીના ગાળામાં ઘણા અભિભાવક ફી ભરવામાં સક્ષમ નથી. 
 
સરકારની આ પહેલ તેમને ઘણી મદદ કરશે. સીએમ યોગીએ કહ્યું કે વિભાગે ફી માફી માટે પહેલ કરવી જોઈએ. સીએમ યોગીએ આ પહેલ માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓ બનાવવાની સૂચના આપી હતી. આ સાથે યુપીના સીએમએ મહિલા શિક્ષણ (Women Education) ને પ્રોત્સાહન આપવાનુ પણ સમર્થન કર્યુ છે. આ સાથે, 30 સપ્ટેમ્બર સુધી, તેમણે તમામ વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિ (Scholarship Transfer) મોકલવાની પૂરી કોશિશ કરવાની વાત કરી. 


મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય બાળકોના શિક્ષણમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન આવે એ જોવાનો છે. ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત જાતિ, લઘુમતી સમુદાય અને સામાન્ય જાતિના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિષ્યવૃત્તિ કાર્યક્રમ આજે લખનૌમાં શરૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું હતું. આ દરમિયાન સીએમ યોગી પણ ત્યાં હાજર હતા.