બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 2 ઑક્ટોબર 2021 (14:27 IST)

Chhattisgarh Crisis: ધારાસભ્યોની દિલ્હી દોડ પર પૂર્વ CM રમણ સિંહનુ નિવેદન, કોંગ્રેસનો અંત નિકટ, સીએમ બધેલે કર્યો બચાવ

છત્તીસગઢ (Chhattisgarh) મા રાજકારણીય ઘમાસાન વચ્ચે પૂર્વ સીએમ અને બીજેપી નેતા રમણ સિંહ (Former CM Raman Singh) એ કોંગ્રેસ(Congress) પર નિશાન તાક્યુ છે. પૂર્વ સીએમ રમણ સિંહે કહ્યું કે કોંગ્રેસ તેના છેલ્લા તબક્કામાં છે. કોની સાથે છત્તીસગઢ ઉભુ છે અને છત્તીસગઢ ક્યાં નડી રહ્યુ છે, તે નક્કી કરવાનું કામ રાહુલ ગાંધી(Rahul Gandhi)નું છે.  તેઓએ આ ખુરશીની દોડનો અંત લાવવો જોઈએ. દર વખતે ધારાસભ્ય રાયપુર છોડીને દિલ્હીમાં બેઠા હોય છે (Congress MLA Delhi visit)અને કહે છે કે તેઓ પર્યટન માટે જઈ રહ્યા છે. જો તમારે પર્યટન માટે જવું હોય તો બધાને મોકલી દેવા જોઈએ. કોંગ્રેસના નેતાઓ અપ્રસ્તુત બની રહ્યા છે.
 
છત્તીસગઢનાં મુખ્યમંત્રીનાં સમર્થનમાં ધારાસભ્યો દિલ્હી જઈ રહ્યા છે કારણ કે રાજ્યનાં મંત્રી ટીએસ સિંહ દેવે આપેલા નિવેદનથી સરકારનાં ઘણા બધા ધારાસભ્યો નારાજ હોવાનું સામે આવ્યું છે. બૃહસ્પતિ સિંહે કહ્યું કે વારંવાર આવા નિવેદનોથી સરકાર મુશ્કેલીમાં મુકાય છે અને જનતા સવાલો ઊભા કરે છે. નોંધનીય છે કે સિંહદેવે જ કહ્યું હતું કે નેતૃત્વ પરિવર્તન પર હાઇકમાન્ડ નિર્ણય લેશે. 
 
અઢી અઢી વર્ષનાં સીએમ હોવા પર ચાલી રહ્યો છે વિવાદ નોંધનીય છે કે છત્તીસગઢમાં કોંગ્રેસે સરકાર બનાવી ત્યારે અઢી અઢી વર્ષનાં મુખ્યમંત્રી રાખવાની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી તેવું માનવામાં આવે છે. એવામાં હાલનાં સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવને મુખ્યમંત્રી બનવું છે તથા તેમના સમર્થનમાં ધારાસભ્યો પણ દોડ લગાવી રહ્યા છે. વર્તમાન મુખ્યમંત્રીએ કર્યું હતું શક્તિ પ્રદર્શન નોંધનીય છે કે રાજસ્થાનમાં ગેહલોત અને પાયલટની જેમ જ છત્તીસગઢમાં પણ બઘેલ અને સિંહદેવ વચ્ચે વિવાદ ચાલતો રહ્યો છે. જોકે થોડા દિવસ પહેલા જ બઘેલે 70 માંથી 54 ધારાસભ્યોની દિલ્હીમાં પરેડ કરાવીને પોતાનું પ્રદર્શન કર્યું હતું
 
સત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. કેમકે ગાંધીજીએ પોતે પોતાના જીવનના પ્રસંગો વર્ણવ્યા છે, આ એક સામાન્ય પુસ્તક ન રહેતા તેમની આત્મકથા બની છે