શનિવાર, 8 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 6 જુલાઈ 2025 (12:00 IST)

મોહરમના જુલુસમાં પેલેસ્ટાઇનના ધ્વજવાળા ટી-શર્ટ પહેરવા બદલ યુવાનોની અટકાયત

મોહરમના જુલુસમાં પેલેસ્ટાઇ
બાઘૌચઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર મહુઆબારી ચોકડી પર મોહરમ નિમિત્તે કાઢવામાં આવેલા તાજિયા જુલુસમાં કેટલાક યુવાનો પેલેસ્ટાઇનના ધ્વજવાળા ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. માહિતી મળતાં જ એસએચઓ પ્રદીપ અસ્થાના પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
 
પોલીસે સાવચેતીના ભાગ રૂપે કેટલાક યુવાનોની અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. ઘટનાસ્થળે શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે વધારાનો પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યો છે. હાલમાં વાતાવરણ શાંત છે અને પોલીસ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
 
સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું હતું કે ટી-શર્ટ પહેરવા પાછળ યુવાનોનો ઇરાદો શું હતો તે અંગે તપાસ ચાલી રહી છે. કોઈપણ પ્રકારની અફવા કે મૂંઝવણ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે.