શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 12 ડિસેમ્બર 2022 (15:40 IST)

Youtuber અરમાન મલિકની બે પત્નીઓ એકસાથે થઈ પ્રેગ્નન્ટ, ફ્લોંટ કર્યો બેબી બમ્પ, લોકોએ કહ્યું- આ કેવી રીતે શક્ય છે?

arman malik with wives
Armaan Malik Wives Pregnant: ફેમસ યુટ્યુબ વ્લોગર અરમાન મલિક(Armaan Malik)  તેની બંને પત્નીઓ પાયલ અને કૃતિકાની પ્રેગ્નન્સીને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં, અરમાને તેની પત્નીઓ સાથે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં બંને પત્નીઓના બેબી બમ્પ્સ દેખાઈ રહ્યા છે. જોકે, આ સમાચાર સાર્વજનિક થયા બાદ અરમાનને યૂઝર્સ દ્વારા ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. લોકોએ પૂછ્યું કે આ કેવી રીતે શક્ય છે?
 
વ્લોગર અરમાન મલિકનું જીવન કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછું નથી. તેણે 2011 માં પાયલ સાથે લગ્ન કર્યા અને બંનેને એક પુત્ર ચિરાયુ છે. જો કે, પાયલ સાથે લગ્ન કર્યા પછી, તેણે કૃતિકાને ડેટ કરવાનું શરૂ કર્યું અને ડેટિંગના એક અઠવાડિયામાં, તેઓએ 2018 માં લગ્ન કરી લીધા. અરમાનની બંને પત્નીઓ હવે એકસાથે ગર્ભવતી છે.

અરમાને કિડની સાથે કરી બંને પત્નીઓની તુલના 
 
અરમાન મલિક આ વખતે ઘણો ટ્રોલ થઈ રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તેની બંને પત્નીઓનો ફોટો અપલોડ કર્યો હતો, જેના પછી ટ્રોલરોએ કોમેન્ટ સેક્શનમાં છલકાવી દીધું હતું. આ તસવીર અત્યાર સુધી વાયરલ થઈ છે અને તેને ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે.
અરમાન ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે એક વીડિયોમાં તેણે તેની બંને પત્નીઓને તેની કિડની સાથે સરખાવી હતી અને બતાવ્યું હતું કે તે બંનેને સમાન રીતે પ્રેમ કરે છે. પાયલ મલિક અને કૃતિકા મલિક બંને કન્ટેન્ટ ક્રિએટર્સ છે.
 
બંને પત્નીઓની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા બાદ જ ટ્રોલિંગ શરૂ થઈ ગયું હતું. ગુસ્સો વ્યક્ત કરતા યુઝર્સે તેને 'સસ્તી' પણ ગણાવી છે. એક યુઝરે કમેન્ટ કરી કે "આખરે, આ છોકરીઓ કોણ છે જેઓ પતિને શેર કરે છે." એક યુઝરે લખ્યું, "યાર, આ બંને એક સાથે પ્રેગ્નેન્ટ છે!"
 
મલિકના ઈંસ્ટાગ્રામ પર 15 લાખથી વધુ ફોલોઅર્સ  
 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મલિકના 1.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેણે 2011 માં પાયલ સાથે લગ્ન કર્યા અને તેમનો ચિરાયુ નામનો પુત્ર છે. આ પછી તેણે 2018માં કૃતિકા સાથે લગ્ન કર્યા. અહેવાલ મુજબ કૃતિકા પાયલની બેસ્ટ ફ્રેન્ડ છે.  પરિવારના ચારેય સભ્યો સાથે રહે છે. પાયલ અને કૃતિકા ઘણીવાર તસવીરોમાં સાથે જોવા મળે છે.