રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 11 ડિસેમ્બર 2022 (15:02 IST)

કૉંગ્રેસની હારમાં 'આપની મોટી ભૂમિકા', ગેહલોતે પરાજયની જવાબદારી કોના પર નાખી?

ashok
ગુજરાતમાં કૉંગ્રેસને મળેલી કારમી હારમાં આમ આદમી પાર્ટીએ 'મોટી ભૂમિકા' ભજવી હોવાનું ગુજરાત કૉંગ્રેસના ચૂંટણીપ્રભારી અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે જણાવ્યું છે.
 
'એનડીટીવી' સાથેની વાતચીતમાં ગેહલોતે એવું પણ કહ્યું કે 'આપ જ્યાં પણ ગઈ ત્યાં ખોટું બોલી અને અરવિંદ કેજરીવાલે ભારે નુકસાન કર્યું.'
 
જ્યારે ભાજપને મળેલા ભવ્ય વિજય પાછળ વડા પ્રધાન 'નરેન્દ્ર મોદીના ઉત્સાહી પ્રચાર'ને તેમણે શ્રેય આપ્યું.તેમણે કહ્યું, "વડા પ્રધાને ત્રણ મહિના સુધી પ્રચાર કર્યો, કેટલીય રેલીઓ સંબોધી એ પણ એક કારણ હતું."
 
તેમણે કૉંગ્રેસ પાસે નાણાકીય ભંડોળની અછત હોવાનું કારણ દર્શાવતાં કહ્યું, "ઇલેક્ટોરલ બૉન્ડ મોટું કૌભાંડ છે.ભાજપને એનાથી એકતરફી ભંડોળ મળે છે અને કૉંગ્રેસને જે દાન કરે છે એને ધમકી મળે છે."