1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 18 ઑક્ટોબર 2021 (12:15 IST)

જાતિગત ટિપ્પણી કરવાના કેસમાં યુવરાજ સિંહની ધરપકડ,

Yuvraj Singh arrested for making racist remarks
અનુસૂચિત જાતિ સામે અપમાનજનક ટિપ્પણી કરવાને લગતા એક કેસમાં ક્રિકેટર યુવરાજ સિંહની પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. યુવરાજ પર આરોપ છે કે તેણે ગયા વર્ષે રોહિત શર્મા સાથે લાઈવ ચેટમાં યુઝવેન્દ્ર ચહલની જાતિ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
 
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ગ વિશેષ ટિપ્પણી કરવાના કેસમાં પુરાવા મેળવવા માટે પોલીસે યુવરાજનો મોબાઈલ જપ્ત કરી લીધો છે. યુવરાજે હિસારમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અધિનિયમ હેઠળ સ્થાપિત વિશેષ કોર્ટમાં નિશ્ચિત તારીખે હાજર થવું પડશે. જો ગુનો સાબિત થશે તો તેને 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે.