નવરાત્રી ઘટ સ્થાપનાનું શુભ મુહુર્ત અને પૂજન વિધિ

ghat sthapana vidhi
Last Updated: સોમવાર, 12 ઑક્ટોબર 2015 (17:26 IST)
 
દુર્ગા સપ્તમીના દુર્ગા મહાત્મયમાં લખ્યુ છે કે જ્યારે અસુરોના અત્યાચાર વધવા લાગે તો તેમનાથી છુટકારો મેળવવા માટે બધા દેવતાઓએ મા શક્તિની ઉપાસના કરી.  
 
દેવીએ પ્રસન્ન થઈને ચૈત્ર અને અશ્વિન શુક્લ પ્રતિપદાથી દશમી સુધી દેવી પૂજન અને વ્રતનુ વિધાન બતાવ્યુ. એ દિવસથી નવરાત્રીનો ઉત્સવ ઉજવવાની પરંપરા શરૂ થઈ. નવારાત્રી પૂજનની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. તેના શુ નિયમ છે ? આવો જાણીએ. 
 
ઘટ પૂજન વિધિ 
 
અશ્વિન શુક્લ પ્રતિપદાના રોજ બ્રહ્મ મુહુર્તમાં સ્નાન કરવુ જોઈએ. જો બ્રહ્મ મુહુર્તમાં શક્ય ન હોય તો જેટલુ શક્ય હોય તેટલુ વહેલી સવારે સ્નાન કરો. ઘરના જ કોઈ પવિત્ર સ્થન પર માટીથી વેદી બનાવો. એ વેદીમાં જ જવ અને ઘઉંને મિક્સ કરીને વાવવા જોઈએ. આ વેદી પર કે તેની નિકટ જ પૃથ્વીનુ પૂજન કરો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ પુજિત સ્થાન પર સોના ચાંદી તાંબા કે માટીના કળશની સ્થાપના કરવી જોઈએ. 
 
કળશ પર લાલ કંકુથી સ્વસ્તિકનું ચિન્હ બનાવો અને કળશના ગળામાં લાલ દોરો લપેટો. સ્થાપિત કરવાની ભૂમિ અથવા ચૌકી(પાટલો) પર કંકુ અને હળદરથી અષ્ટદળ કકમળ બનાવો. ત્યારબાદ કળશને તેના પર સ્થાપિત કરો. કળશમાં પાણી ભરો. પાણીમાં ચંદન,પંચપલ્લવ, સોપારી , આખી હળદર , કૃશ, ગોશાળા કે તળાવની માટી નાખો.  ત્યારબાદ કળશને વસ્ત્રથી અલંકૃત કરો. ત્યારબાદ કળશ પર ચોખા કે જવથી ભરેલ પાત્ર સ્થાપિત કરો. હવે તેના પર લાલ વસ્ત્ર લપેટો અને નારિયળ મુકો. 
 
કેટલાક લોકો  છિદ્રોવાળી માટલી કે જેને ગરબો કહેવાય છે તેની સ્થાપના પણ કરે છે. , આ ગરબામાં દીવો પ્રજ્વલિત રખાતો હોય છે. છિદ્રોમાંથી બહાર રેલાતો પ્રકાશ એક દિવ્ય દ્રશ્ય ઉભુ કરે છે.  આ ગરબાનો મૂળ ભાવ એ છે કે માટલીનો બહારથી દેખાતો ભાગ નભોમંડળ છે. પ્રકાશમય છિદ્રો તારાના પ્રતીક તરીકે જોવાય છે. આ તો બ્રહ્માંડનું ઉપરથી દેખાતું દ્રશ્ય છે પણ તેની મૂળ ઊર્જા અને પ્રકાશનું કેન્દ્રસ્થાન તો માટલીમાં રહેલો દીવો છે. આ દીવો જ પરમાત્મા છે.
 
 
 
 
આગળ કળશ પર નારિયળનો પ્રભાવ અને મહત્વ 


આ પણ વાંચો :