મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : મંગળવાર, 1 ઑક્ટોબર 2024 (11:55 IST)

Navratri ghatasthapana 2024 - નવરાત્રી ઘટ સ્થાપના વિધિ 2024

navratri kalash sthapana vidhi in gujarati
Navratri ghatasthapana- શારદીય નવરાત્રિમાં માતાજીની આરાધનાનો સમય હોય છે. કોઈપણ કાર્ય કરવા માટે કળશ સ્થાપના જરૂરી છે. આ સમસ્ત દેવી-દેવતાઓનુ આહ્વાન છે કે તમે તમારા કાર્યને સિદ્ધ કરો અને આપણા ઘરમાં વિરાજમાન હોય તેથી કળશ સ્થાપનામાં વિલંબ ન કરવો જોઈએ અને સમયનુસાર કળશ સ્થાપના કરી દેવી જોઈએ. નવરાત્રિમાં તો તેનુ અત્યંત મહત્વ છે.
 
તેથી કળશ સ્થાપનામાં વિલંબ ન કરવો જોઈએ અને સમયમુજબ કળશ સ્થાપના કરી દેવી જોઈએ. નવરાત્રિમાં તો તેનુ અત્યંત મહત્વ છે. આવો આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે કરવી જોઈએ કળશ સ્થાપના.
 
ઘટ સ્થાપનાની વિધિ Navratri ghatasthapana Vidhi 
- તમારા આસન નીચો થોડુ પાણી અને ચોખા નાખીને જમીન શુદ્ધ કરી લો.
- ત્યારબાદ ભગવાન ગણપતિનુ ધ્યાન કરો. પછી શંકરજીનુ વિષ્ણુજીનુ. વરુણજીનુ અને નવગ્રહનુ
- આહવાન પછી મા દુર્ગાની સ્તુતિ કરો. જો કોઈ મંત્ર યાદ નથી તો દુર્ગા ચાલીસા વાંચો. જો એ પણ યાદ ન હોય તો ૐ દુર્ગાયે નમ: નો જાપ કરો
- ધ્યાન રહે કે કળશ સ્થાપનામાં આખો પરિવાર હાજર હોય. ૐ દુર્ગયે
નમ: નવરાત્રિ નમો
નમ: અને જોરથી ઉચ્ચારણ કરતા કળશ સ્થાપિત કરો.
- જે સ્થાન પર કળશ સ્થાપિત કરો ત્યા થોડા આખા ચોખા મુકી દો. જગ્યા સ્વચ્છ હોવી જોઈએ.
- કુંભ કે પાત્ર પર આસોપાલવના પત્તાથી સજાવી દો.
- પહેલા જળમાં ચોખા પછી કાળા તલ લવિંગ પછી પીળી સરસવ અને પછી જવ પછી સોપારી અને સિક્કો નાખો
- હવે નારિયળ લો તેના પર ચુંદડી બાંધો. પાન લગાવો અને દોરો પાંચ કે સાત વાર લપેટો.
- નારિયળને હાથમાં લઈને માથા પર લગાવો અને માતાની જયકારા લગાવતા નારિયળને કળશ પર સ્થાપિત કરી દો.
- કળશ સ્થાપના માટે મંત્ર આ પ્રકારનો છે..
 
નમોસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે
મહાબલે મહોત્સાહિ મહાભય વિનાશિની
કે
ૐ શ્રી ૐ
- કળશ સ્થાપના પર ધ્યાન રાખો.
- રોજ કળશની પૂજા કરો. દરેક નવરાત્રિની એક બિંદિ કળશ પર લગાવતા રહો
- જો કોઈ દિવસે બે નવરાત્રિ હોય તો બે બિંદી (લાલ કંકુની) લગાવતા રહો
- કળશની પૂજા દરરોજ કરતા રહો અને આરતી પણ કરો.