બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: સોમવાર, 16 ઑક્ટોબર 2023 (11:45 IST)

નવરાત્રિમાં આ ટોટકોથી મળશે અખૂટ ધન

Navratri Upay- નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ બની જાય છે. તમામ લોકો ચૈત્ર નવરાત્રીમાં અનેક ઉપાયો પણ કરે છે. કારણ કે નવરાત્રીમાં કરવામાં આવેલા ઉપાય (Astro Remedies in Navratri) ખૂબ અસરકારક માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી 22 એપ્રિલથી શરૂ થઈ રહી છે. જો તમે પણ માતારાનીના ભક્ત છો અને તમામ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો આ નવરાત્રિ પર લવિંગના કેટલાક ઉપાય જરૂર કરો તેનાથી તમારા ઘરની પૈસાની તકલીફ દૂર થઈ શકે છે અને મોટા મોટા કામ બની શકે છે.  તો જાણો આ ઉપાયો 
 
 
ધનની સમસ્યા દૂર કરવા માટે 
 
જ્યોતિષ મુજબ લવિંગની જોડી માતારાણીને ખૂબ જ પ્રિય છે. તમે નવરાત્રિના પહેલા દિવસે માતારાનીની પૂજા કરો અને ત્રિદેવીનુ સ્મરણ કરો. માતાને ગુલાબનુ ફુલ કે ગુલાબની માળા અર્પિત કરો. ઘી માં ડુબાડીને બે લવિંગની જોડ માતાને અર્પિત કરો અને ૐ જયંતી મંગલા કાલી ભદ્રકાલે કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે મંત્રનો જાપ 108 વાર કરો. 

માતાનો નૈવેદ્ય લગાવીને પૂજા કરો. માતાને ઘરના આર્થિક સંકટ દૂર કરવા માટે પ્રાર્થના કરો. ત્યાર બાદ લવિંગની જોડ નાનકડા પીળા રંગના કપડામાં બાંધીને તમારા ઘરના ધનના સ્થાન પર મુકો. થોડા દિવસોમાં તમે અનુભવશો કે તમારા ઘરમાં ધન આગમનના રસ્તા ખુલવા લાગ્યા છે. પરિવારના લોકોનો પ્રોગ્રેસ થવો શરૂ થઈ જશે અને ઘરમાં ધનનુ સંકટ દૂર થઈ જશે.