ગુજરાતી રેસીપી- 20 મિનિટમાં બનાવો ફ્રાઈડ પેપર એગ

Last Modified સોમવાર, 1 મે 2017 (16:22 IST)
જો તમને ઈંડા ફ્રાઈ ખાવાનું મન છે તો તેને બનાવો એક જુદા અંદાજમાં . 20 મિનિટમાં તૈયાર કરો આ યમી ફ્રાઈડ પેપર એગ 
જરૂરી સામગ્રી 
2 મોટી ચમચી કાર્ન ફ્લોર 
1 નાની ચમચી મેંદો 
1 નાની ચમચી કાળી મરી પાવડર 
1 કપ બ્રેડ ક્રમ્બ્સ 
4 બાફેલા ઈંડા 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ તળવા માટે
 
વિધિ
- સૌથી પહેલા એક વાટકીમાં કાર્નફ્લોર, મેંદા, કાળી મરી પાવડર, મીઠું અને પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. 
- બાફેલ ઈંડાને આ પેસ્ટમાં ડિપ કરો અને સારી રીતે ચારે બાજુ આ પેસ્ટ લાગાવી લો. 
- હવે એક પ્લેટમાં બ્રેડ ક્રમ્બસ ફેલાવો અને ઈંડાને પૂરી રીતે તે લગાવી લો. 
- ધીમા તાપ પર એક પેનમાં તેલ ગર્મ કરવા માટે મૂકો. 
- તેલ ગર્મ થતા જ ઈંડા ને પેનમાં નાખી સોનેરી થવા સુધી તળવું અને તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે. તમારા પસંદીદા સૉસ સાથે સર્વ કરવું. 
 


આ પણ વાંચો :