શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. માંસાહારી વ્યંજન
Written By

હોટ સ્પાઈસી ચિકન સૂપ

સામગ્રી - 4 શિમલા મરચા, સવા લીટર ચિકન સ્ટોક, 3-4 મશરૂમ, 2 ગાજર, 75 ગ્રામ કોબીજ, 75 ગ્રામ મટર, 75 પનીર, 75 સિરકા, 15 ગ્રામ ચિલી સોસ, 15-20 ગ્રામ કોર્નફ્લોર, 1 ઈંડુ 5-6 ગ્રામ મીઠુ, 3-4 ગ્રામ વાટેલા કાળા મરી.
બનાવવાની રીત - સૌ પ્રથમ એક પેનમાં ચિકન સ્ટોક નાખીને ઉકાળો. બે-ત્રણ ઉકાળા આવી જાય ત્યારે ઝીણી સમારેલી શિમલા મરચા, મશરૂમ, ગાજર, કોબીજ, અને અર્ધકચરા વાટેલા મટર નાખી દો. 4-5 મિનિટ પછી કકરુ વાટેલુ પનીર, સિરકો, ચિલી સોસ, અને સોયા સોસ નાખીને મિશ્રણને હલાવો.

થોડા પાણીમાં કોર્નફ્લોરનુ ખીરું નાખીને મિશ્રણમાં ભેળવી દો, જેથી સૂપ ઘટ્ટ થઈ જાય. સૂપ ઘટ્ટ થવા માંડે કે મીઠુ, કાળા મરી નાખીને ઈંડુ ફોડીને નાખો.

હવે મિશ્રણને લગાવીને ચલાતા રહો, જેથી એક જગ્યાએ જામી ન જાય. 5 મિનિટ સુધી ઉકાળીને ચિકન ચિલી સૂપને ગેસ પરથી ઉતારીને ગરમા ગરમ પરોસો.