મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ચિકન ફ્રાઈ થાઈ સ્ટાઈલ

સામગ્રી - ડાઈટ કટ બોનલેસ ચિકન 800 ગ્રામ, લીંબૂના ઝીણા સમારેલા પાન 4 નંગ, લેમન ગ્રાસ ચૌપ ઝીણુ સમારેલુ 100 ગ્રામ,સમારેલી લીલા ધાણા 1 ટેબલ સ્પૂન, ચિલી સોસ દોઢ ટેબલ સ્પૂન, સફેદ તલ અડધો કપ, લીંબૂનો રસ 20 એમએલ, કોર્નફ્લોર 50 ગ્રામ, મેંદો 30 ગ્રામ, ઈંડા 2 પીસ, રિફાઈંડ તેલ ડીપફ્રાય માટે, મીઠુ સ્વાદ મુજબ. 

બનાવવાની રીત - ચિકનને સાફ કરીને જુદી મુકી દો. એક વાસણમાં મેંદો, કોર્નફ્લોર, ઈંડા, થોડુ પાણી નાખીને તેના મિશ્રણને સારી રીતે ફેટી લો. તેમા ચિકનના ટુકડા નાખી સારી રીતે મિક્સ કરી ડીપ ફ્રાય કરી લો. એક પેનમાં તેલ નાખો અને લીંબૂના પાન, લીલા ધાણા અને થોડુ પાણીથી બનેલો સ્ટોક નાખો અને લીંબૂનો રસ, ચિલી સોસ, લેમન ગ્રાસ અને ચિકન મિક્સ કરો અને 10 મિનિટ ઉકાળીને સર્વ કરો.