1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

ચટપટુ ચિકન

વાનગી
સામગ્રી - 500 ગ્રામ ચિકન, બે ચમચી ગરમ મસાલો, એક કપ મીઠુ દહીં ફીણેલું, એક ચમચી લાલ મરચું, બે ચમચી લસણ-આદુંનું પેસ્ટ, એક ચમચી ચિકન મસાલો, 200 ગ્રામ તેલ, બે ડુંગરી, 10-15 લસણની કળીઓનું પેસ્ટ, 4-5 લવિંગ અને મરી.

બનાવવાની રીત - ચિકનને સાફ કરી તેને કાંટામાં ફસાવો, તેના પર ગરમ મસાલો, દહીં, લાલ મરચું, અને આદુ-લસણનું પેસ્ટ લગાવી અડધો કલાક રહેવા દો. તેલ ગરમ કરી તેમાં ડુંગળી, લસણનું પેસ્ટ સાંતળો, તેમાં મરી,લવિંગ, લાલ મરચું, અને ફીણેલું દહીં ચિકન મસાલો અને ચિકનને નાખી બફાવા દો. અડધો કલાક પછી ઉતારી તેમાં સમારેલી કોથમીર નાખી સર્વ કરો.