1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

ચિકન સલાડ

ચિકન સલાડ
સામગ્રી : ચાર કપ પકવેલું અને કટકા કરેલું ચિકન લો., બાફેલાં બટાકાં ચાર કપ, પકવેલી બિન્સ એક કપ, અડધો કપ કાપેલાં શિમલા મરચાં,ચાર બાફેલા ઇંડા, ઝીણી કાપેલી ડુંગળી અને બે બે ટમેટાં, મેયોનીજ બે કપ, એક ચમચી સલાડ ઓઇલ,એક ચમચી સરકો, કાળાં મરી અને મીઠું સ્વાદાનુસાર, શણગારવા માટે સલાડૅના પાંદડા અને સેલરી

રીત : સૌથી પહેલાં એકસરખા આકારના બટાકા લો. અને ત્યારબાદ સલાડ ઓઇલ,સરકો,કાળા મરી અને મીઠું લઇને તેનું મિશ્રણ તૈયાર કરી લો. મેયોનીજ અને બેક કરેલાં બીન્સ તેમાં નાખીને હલાવી નાખો. તેની અંદર શિમલા મરચાં,ડુગળી અને પકવેલુ ચિકન નાખો. અને તેને એક મોલ્ડમાં લઇને ફ્રિજમાં રાખી મુકી ઠંડા કરો.બાફેલાં ઇંડા કાપીને શણગારો અને સલાડના પાંદડા સાથે તેને પીરસો.