1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

દમ મટન બીરયાની

દમ મટન બીરયાની
સામગ્રી - 1 કિલો મેરિનેટ કરેલું અને 2 સીટીયો મારીને બફાયેલું મટન, 500 ગ્રામ બાસમતી ચોખા 1 સીટીમાં બાફેલા. 250 ગ્રામ ઘી, 2/3 વાડકી ડુંગરી સોનેરી સેકેલી, 2 નાની ચમચી લવિંગ, કાળા મરી. 2 ચમચી ગરમ મસાલો, 2 નાની ચમચી ગરમ મસાલો, 2 નાની ચમચી લાલ મરચાંનો પાવડર, 1/2 વાડકી લસણ આદુ અને લીલાં ધાણાનું પેસ્ટ, ફુદીના અને ધાણા કાપેલાં. 1/2 વાડકી કાજુના ટુકડાં, 100 ગ્રામ ખસખસ, 1 ડુંગરી, 1 ટામેટું, અને 4 લાલ મરચાં.

W.D
વિધિ - એક વાસણમાં 2 મોટી ચમચી ઘી નાખીને તેના પર સફેદ ભાતની એક ઈંચ મોટી પરત ફેલાવો હવે તેના પર મટન મિશ્રણનો એક ભાગ ફેલાવો.

આ રીતે બધા મિશ્રણ અને ભાતને એક ની ઉપર એક ફેલાવો. સૌથી ઉપર ફુદીનો અને લીલા ધાણાની પરત મુકો. 2/3 ચમચા ઘી ગરમ કરીને ચારે બાજુ ફેલાવો તે વાસાણ પર ઢાંકણુ ઢાંકીને લોટની મદદથી ચારે બાજુથી બંધ કરી દો. હલકી ગેસ પર 10-15 મિનીટ મુકી રાખો.

વરાળ પર આ બિરયાની સારી રીતે બફાય છે. કરી માટે મિક્સરમાં 2 ટામેટાં, ત્રણ ચાર લાલ મરચાં. ખસખસ ડુંગરી નાખીને પેસ્ટ બનાવો. એક તપેલામાં થોડુ તેલ નાખીને ગરમ થાય કે તેમાં પેસ્ટ નાખી હલાવો. મીઠુ નાખીને દોઢ થી બે વાડકી પાણી નાખી સારી રીતે ઉકાળો. ગરમા ગરમ કરી બિરિયાની તૈયાર છે.