બેલ પેપર સૂપ
|
વિધિ - શિમલા મરચાંનો ઉપરનો ભાગ કાપીને તેમા એક કાણું કરી બીયા કાઢી નાખો. નોનસ્ટિક વાસણમાં 10 મિનિટ સુધી આછા બદામી થતા સુધી ખીમાને સેકો. હવે ચોખામાં ઘાણા અને ફુદીનાના પાન, મીઠું અને કાળા મરીનો પાવડર ભેળવો.
આ મિશ્રણને શિમલા મરચાંમાં અડધા ભરો જેથી ચોખા જ્યારે બફાય ત્યારે તેને ફેલવા જગ્યા મળી રહે. હવે શિમલા મરચાંને જે વાસણમાં બાફવાના હોય તેમા મુકીને પાણી નાખી દો તેમા મીઠુ, કાળા મરી અને ખીમો ભેળવી દો.
ઉકળતા સુધી ગેસ પર મુકો. એક ઉકાળો આવે કે ગેસ ધીમો કરીને 5 મિનિટ સુધી ઉકાળો. લીંબૂનો રસ અને ઘાણાં-ફુદીનાના પાન નાખીને પીરસો.