1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

મટન શિકારે

મટન શિકારે
N.D
સામગ્રી - 250 ગ્રામ મટન નાના ટુકડામાં કાપેલુ, 5 ગ્રામ મટન ફેટ, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચુ, 3 ગ્રામ શાહી જીરુ, 250 ગ્રામ દહી, 250 મિલીમીટર પાણી, 2 મોટી ઈલાયચી, 2 નાના ટુકડા તજ, અડધી ચમચી આદુનુ પેસ્ટ, 150 ગ્રામ ડુંગળી કાપીને તળેલી. મીઠુ સ્વાદ મુજબ, 4 ફુદીનાની પાન ઝીણા કાપેલા, લીલા ધાણા ઝીણા સમારેલા.

બનાવવાની રીત - મટનના નાના ટુકડાને મટન ફેટની સાથે ભેળવી લો. હવે તેમા ન થોડી હળદર, મરચુ અને શાહી જીરુ અને મીઠુ નાખીને ભેળવો. આ મિશ્રણને નાની નાની નાવડીના શેપ આપીને બનાવી લો.

એક વાસણમાં દહીં ગરમ કરો અને તેમાં પાણી નાખો. હવે તેમા ઈલાયચી, તજ, હલદર, મરચુ, આદુનુ પેસ્ટ, મીઠુ અને તળેલી ડુંગળી નાખો. સતત હલાવતા રહો જેથી દહીંમાં થક્કા ન જમે. જ્યારે મિશ્રણ ઉકળવા લાગે ત્યારે તેમાં મટનની બનાવેલી નાવડી નાખી દો.

વાસણને ઢાંકી દો અને 25 મિનિટ બાફો. બફાયા પછી કાપેલા ધાણા અને ફુદીનાના પાનથી સજાવો. ગરમા ગરમ શિકારે સર્વ કરો.