1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (15:32 IST)

પાટીદારો હુલ ગાંધીની જેમ ખાટલા સભા યોજાશે, ગુજરાતમાં ફરીવાર પાટીદારો આંદોલન કરવાના મુડમાં

પાટીદાર અને દલિત આંદોલનને લઈને સરકાર ચિંતામાં છે ત્યારે બંને સમાજો તરફથી આગામી સમયમાં જબરદસ્ત આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામત મુદે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વતન વિજાપુરથી ગાંધીનગર સુધી સ્વાભિમાન યાત્રા કાઢવાનું આયોજન કરાયું છે. સુરતમાં પાસનો વિરોધ સફળ રહ્યા બાદ હવે ગાંધીનગર સુધીની આ સ્વાભિમાન યાત્રાની રણનીતિ નક્કી કરવા માટે રવિવારે વિજાપુર ખાતે ઉત્તર ગુજરાત પાસના કન્વીનરોની બેઠક મળી હતી. જેમાં યાત્રાને સફળ બનાવવા ઉત્તર ગુજરાતમાં ખાટલા પરિષદો અને રાત્રિ સભાઓ કરવામાં આવશે. સ્વાભિમાન યાત્રામાં એક લાખ પાટીદારો જોડાશે તેવું આયોજકોએ જણાવ્યું છે.

વિજાપુર પાસ દ્વારા પાટીદારોની અનામતની માંગણી અને પોલીસ દમન મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેનના વતનથી ગાંધીનગર સુધી સ્વાભિમાન યાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ યાત્રાની મંજૂરીને લઇ વિવાદ ઊભો થયો હતો. આ દરમિયાન આનંદીબેન પટેલે રાજીનામુ આપી દીધું હતું. હવે 21 સપ્ટેમ્બરે યોજાનારી સ્વામિમાન પદયાત્રાની તૈયારીના સંદર્ભે રવિવારે વિજાપુર ખાતે ઉત્તર ગુજરાત પાસની એક બેઠક મળી હતી.જેમાં સ્વાભિમાન યાત્રા સફળ બનાવવા માટે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં ખાટલા સભા, રાત્રી સભાઓનું આયોજન કરાશે તેવો નિર્ણય કરાયો છે. યાત્રા દરમિયાન રાત્રે લોદરા ખાતે લોકડાયરો યોજાશે. ૨૨ સપ્ટેમ્બરે સાંજે ૪ કલાકે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મુકામે ૧ લાખ પાટીદારોની જંગી જાહેરસભા યોજાશે.