સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : સોમવાર, 20 ઑગસ્ટ 2018 (11:11 IST)

અનામત આંદોલન - સુરતમાં હાર્દિકના સમર્થકોની ગુંડાગર્દી, BRTS બસને આંગ ચાંપી, સુરતમાં અજંપાભરી શાંતિ

પાટીદાર નેતા હાર્દિક પટેલને અમદાવદ પોલીસ દ્વારા ધરપકડમાં થવાની અસર સૂરતમાં જોવા મળી. શહેરના પાટીદાર વિસ્તારના વરાછાના યોગી ચોકમાં રવિવારે રાત્રે બીઆરટીએસ બસમાં આગ ચાંપવાના અને તોડફોડની ઘટના બની. રવિવારે રાત્રે પાટીદાર આનામત આંદોલન સમિતિના આંદોલનકારીઓએ અમદાવાદમાં થયેલ પાટીદાર નેતા હાર્દિક પટેલની ધરપકડ કરવાના વિરોધમાં બીઆરટીએસ બસમાં આગ લગાવી દીધી.  સાંજે 9 વાગ્યાની આસપાસ કેટલાક અસામાજીક તત્વો દ્વારા સુરતમાં તોડફોડની બાદ આગચંપીની ઘટના ઘટી છે. અજાણ્યો શખ્સોએ 2 બીઆરટીએસ બસો અને બસ સ્ટેશન પર તોડફોડ કરી હતી. જ્યારે એક બીઆરટીએસ બસને આગ લગાડી દેતા શહેરમાં અજંપાભરી સ્થિતિ ઉભી થઈ હતી.
 
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડ બાદ મોડી રાત્રે સુરતમાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો અને શહેરના યોગીનગર BRTS જંકશનમાં તોડફોડ કરી હતી. ટોળાએ રસ્તામાં લોકોને અટકાવીને કારના કાચ તોડ્યા અને ટાયરો પણ સળગાવ્યા હતા. શહેરભરની પોલીસને વરાછા, કાપોદ્રા, પુણા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ખડકી દેવાઇ હતી. મોડીરાત સુધી પરિસ્થિતિ તંગ રહી હતી. બપોરે 3 કલાકે સુરત મહાનગર પાલિકાએ વરાછા તરફની તમામ બીઆરટીએસ અને સીટી બસ સેવા બંધ કરી દીધી હતી.
 
દિવસ દરમિયાન વરાછામાં સૌથી વધારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. વરાછામાં હાર્દિક પટેલના સમર્થકો ઉગ્ર બન્યા હતા. કેટલાક સ્થળોએ તોડફોડ કરી હતી. ત્યાર બાદ કેટલાકે કાયદો હાથમાં લેતા શહેરમાં બીઆરટીએસ રુટ બંધ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ પોલીસ પર પત્થરમારો પણ કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસે કોબિંગ હાથ ધર્યું છે. હાર્દિકની અટકાયતના પડઘા બનાસકાંઠામાં પણ પડ્યા છે. જિલ્લા પાટીદાર કાર્યકરોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા અને નાયબ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપ્યું હતું. હાર્દિકને મુક્ત નહીં કરાય તો ઉગ્ર આંદોલન માટે ચીમકી પણ ઉચ્ચારી છે.
 
ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર હાર્દિક પટેલને 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી. ઉપવાસ માટેની મંજૂરી માટે હાર્દિક આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ પર છે. જેને પગલે પોલીસે નિકોલ જવા નીકળતા હાર્દિક અને તેના સમર્થકોની અટકાયત કરી ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી. જોકે મોડી સાંજે તેને છોડી મુકવામાં આવ્યો હતો. પોલીસે પાસ કન્વીનર ગીતા પટેલની પણ અટકાયત કરી છે. પોલીસે હાર્દિક પટેલ સહિત 9 સામે ગુનો દાખલ કર્યો છે. ગેરવર્તણૂક અને ફરજમાં રુકાવટ બદલ હાર્દિક સહિત નવ લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
 
હાર્દિકે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો ગુજરાતની સંપત્તિને નુકસાન કરી રહ્યા છે.સૌને વિનંતી કરું છું કે શાંતિ જાળવો.વિરોધ અહિંસક હોય. હિંસાને મારુ સમર્થન નથી.નોંધનીય છે કે પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાની  હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી.