મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 જુલાઈ 2018 (17:15 IST)

દારૂનાં અડ્ડાઓ પર જનતા રેડ કરશે હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ

અમદાવાદ, પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ જનતા રેડ કરીને દારૂનો વેપાર બંધ કરાવવાનું અભિયાન હાથ ધરશે તેમ જણાવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ખોખલા ગુજરાત મોડેલમાં બે વ્યક્તિની હાલત ઝેરી શરાબ પીવાથી ખુબ જ ખરાબ છે. બે લોકોની કીડની ફેલ થઈ ગઈ છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ચુકી છે. દારુ અને ભૂમાફિયાની ગુંડાગર્દી નિર્દોષ લોકો પર હાવી થઈ રહી છે.

આ અંગે દાખલ દર્દીએ જણાવ્યું હતું કે તેમણે દેશી દારુ પીધો હતો.તેમજ તેની બાદ ઉંધી ગયા હતા અને થોડી જ વાર શરીરમાં બળતરા શરુ થઈ હતી. જયારે બે લોકોને આંખે દેખાવાનું બંધ થયું હતું.